મોદી 3.0નું પ્રથમ બજેટઃ એનઆરઆઇ પર પણ કરબોજ વધ્યો

Tuesday 23rd July 2024 14:17 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતમાં સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાઇ આવેલી નરેન્દ્ર મોદી સરકારના નાણા મંત્રી નિર્મલા સીતારામને તેમનું સતત સાતમું કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું. ભારતના બજેટની સીધી અસર યુકેમાં વસતા એનઆરઆઇ અને પ્રવાસી ભારતીયોના ભારતમાં કરાતા રોકાણો અને તેના દ્વારા થતી આવક પર થતી હોય છે. સીતારામન દ્વારા લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો, અગાઉ લાગુ કરાયેલી આવકવેરા કરમાળખાના સ્લેબમાં સુધારાના કારણે એનઆરઆઇ અને પ્રવાસી ભારતીયોને ભારતમાંથી થયેલી આવકો પર વધુ ટેક્સ ચૂકવવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter