લંડનઃ યુકે વર્ષ 2025 સુધીમાં ડિજિટલ બાય ડિફોલ્ટ ઇમિગ્રેશન સિસ્ટમ તરફ આગળ વધી ઇ-વિઝા શરૂ કરશે. જોકે ભારતમાં આ સુવિધાનો ક્યારે પ્રારંભ કરાશે તે હજુ નક્કી નથી. ઇ-વિઝા સિસ્ટમના કારણે પ્રવાસીઓને વધારાની સુરક્ષાની સાથે સુવિધા પ્રાપ્ત થશે. તેમને વિઝા અંગે નિર્ણય લેવાયા બાદ ફિઝિકલ ડોક્યુમેન્ટ માટે રાહ જોવી પડશે નહીં.
ભારતમાં યુકેના વિધા માટેનો પ્રોસેસિંગ ટાઇમ ઘટાડવા સૌથી પહેલાં બાયોમેટ્રિકનો અમલ શરૂ કરાશે ત્યારબાદ વીએફએસ યુકે વિઝા એપ્લિકેશન સેન્ટરો ખાતે નોન ડિજિટલ કસ્ટમર્સ માટે ડોક્યુમેન્ટ સ્કેનિંગનો પ્રારંભ કરાશે.
યુકે વિઝા એન્ડ ઇમિગ્રેશનના અધિકારી મેટ હીથે જણાવ્યું હતું કે, યુકે સરકાર વર્ષ 2025 સુધીમાં ડિજિટલ બાય ડિફોલ્ટ ઇમિગ્રેશન સિસ્ટમ શરૂ કરવા માગે છે. ઇ-વિઝાના કારણે કસ્ટમર્સની સુરક્ષા અને સુવિધામાં વધારો થશે. અમે તમામ વિઝા અરજકર્તાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. અમે વિઝા ફ્રોડ સામે સાવચેત રહેવાની પણ અપીલ કરીએ છીએ.