કુદરતનો કરિશ્મા રજૂ કરતી આ તસવીરો ધ નેચર કન્ઝર્વન્સી ૨૦૨૧ સ્પર્ધાની છે. નેચર ફોટોગ્રાફીને પ્રોત્સાહિત આપવા યુકેમાં યોજાતી આ સ્પર્ધામાં ૧૫૮ દેશના ફોટોગ્રાફર્સે ૧,૦૦,૧૯૦ તસવીરો મોકલી હતી. આમાંથી જજીસ પેનલે સેન્ટ્રલ આફ્રિકા રિપબ્લિક નામના દેશમાં કિલક કરાયેલી ગોરિલાની તસવીરને સર્વાનુમતે ફર્સ્ટ પ્રાઇઝ જાહેર કર્યું છે. આ મહાકાય ગોરિલાની આસપાસ પતંગિયા ઊડી રહ્યાા છે, અને તેના ચહેરા પર જાણે સાતમા આસમાનમાં વિહરી રહ્યાાનો આનંદ વર્તાય છે. આ મનમોહક દૃશ્ય ભારતીય મૂળના ફોટોગ્રાફર અનુપ શાહે કેમેરામાં કેપ્ચર કર્યું હતું. આ જ સ્પર્ધામાં બીજી કેટલીક ચુનંદા તસવીરોએ પણ જજીસને પ્રભાવિત કર્યા હતા. આમાંની એક તસવીર ભારતવંશી કેનેડિયન ફોટોગ્રાફર થોમસ વિજયને ક્લિક કરી છે. થોમસ વિજયને ઇન્ડોનેશિયાના જંગલમાં એક એવા ઉરાંગઉટાંગને કેમેરામાં કેદ કર્યું હતું, જેણે સુવા માટે ડાળી-ડાળખા ગોઠવીને સુંદર પથારી કરી હતી.