લંડનઃ યુકે સ્થિત યુટ્યુબર માઇલ્સ રાઉટલેજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભારતીયો વિરુદ્ધ વંશીય ટિપ્પણીઓ કરતાં તેની આકરી ટીકા કરવામાં આવી રહી છે. પોસ્ટમાં લવારો કરતાં રાઉટલેજ કહી રહ્યો છે કે જો હું ઇંગ્લેન્ડનો વડાપ્રધાન બનીશ તો બ્રિટિશ મામલા અને હિતોમાં હસ્તક્ષેપ કોઇપણ દેશ પર પરમાણુ હુમલો કરી દઇશ. હું ભારત પર પણ પરમાણુ હુમલો કરી શકું છું.
તેણે વંશીય ટિપ્પણીઓ કરતાં જણાવ્યું હતું કે ભારતીયો મને શોધી કાઢવાની ધમકીઓ આપી રહ્યાં છે પરંતુ તે બેકફાયર થઇ રહી છે. તેણે જણાવ્યું હતું કે, તમે માનો કે ન માનો પરંતુ હું ભારતને પસંદ કરતો નથી. હું માણસને જોઇને જ કહી શકું છું કે તે ભારતીય છે. જો કોઇ વ્યક્તિ ઓનલાઇન વાત કરતાં પહેલા જ જવાબમાં તમારી માતાને વચ્ચે લાવે તો સમજી લેવું કે તે ભારતીય છે.