લંડનઃ સમગ્ર વિશ્વમાં ભારતીયોનો દબદબો વધી રહ્યો છે. વિવિધ દેશોમાં સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રોમાં પ્રભાવ ઊભો કરી રહેલો ભારતીય સમુદાય વાઇબ્રન્ટ વૈશ્વિક સમુદાય બની રહ્યો છે. યુકેથી માંડીને અમેરિકા, કેનેડા, મોરેશિયસ અને સિંગાપોર સુધી આજે ભારતીયોની નોંધ લેવાઇ રહી છે. ભારતીયો અને ભારતીય મૂળના લોકો આ દેશોમાં આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપી રહ્યાં છે.
મોરેશિયસમાં અંદાજિત 70 ટકા લોકો ભારતીય મૂળના છે. જે દર્શાવે છે કે આ ટાપુ દેશ પર ભારતીય સંસ્કૃતિનો કેટલો પ્રભાવ છે. અમેરિકામાં સિલિકોન વેલી અને ન્યૂયોર્ક જેવા શહેરોમાં મોટું યોગદાન આપતા ભારતીય સમુદાયની સંખ્યા 4 મિલિયન કરતાં વધુ છે. ગેટ ગ્લોબલ ઇમિગ્રેશન સર્વિસ દ્વારા જારી કરાયેલા આંકડામાં એનઆરઆઇ, પીઆઇઓ અને ઓવરસીઝ ઇન્ડિયન્સનો સમાવેશ કરાયો છે.
વિદેશોમાં વસતા ભારતીયો જે તે દેશના સમૃદ્ધ વારસામાં મહત્વનું યોગદાન આપી રહ્યાં છે. યુએઇ, મલેશિયા, સાઉદી અરબ, મ્યાનમાર, આફ્રિકા અને સિંગાપોરમાં પણ આજે ભારતીયોના યોગદાનની નોંધ લેવાઇ રહી છે.
કયા દેશમાં કેટલાં ભારતીય
યુકે – 17,64,000
મોરેશિયસ – 8,94,500
અમેરિકા – 44,60,000
યુએઇ – 34,25,144
મલેશિયા – 29,87,950
સાઉદી અરબ – 25,94,947
મ્યાનમાર – 20,09, 207
કેનેડા – 16,89,055
દક્ષિણ આફ્રિકા – 15,60,000
સિંગાપોર – 6,50,000