તેઓ જાપાન, ફિનલેન્ડ, નેધરલેન્ડ્સ, સ્વીડન અને ઓસ્ટ્રેલિયા જેવાં દેશોના ગ્રેજ્યુએટ્સની સરખામણીએ ઘણાં પાછળ છે. યુકેમાં શાળા છોડીને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પાયારૂપ આવડતોને ઉચ્ચ કૌશલ્યમાં ફેરવવામાં નિષ્ફળ જાય છે. બહુમતી વિદ્યાર્થીઓ લેખન-વાંચનની પૂરતી આવડત વિના જ ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો પૂર્ણ કરે છે. આ અભ્યાસમાં ૩૪ દેશના માપદંડ-ધોરણોની સરખામણી કરાઇ હતી. તેમાં એમ પણ જણાયું હતું કે એ-લેવલ કરતા ઊંચી યોગ્યતા ન ધરાવતાં બ્રિટિશ પુખ્ત લોકોએ તેમના યુનિવર્સિટી સ્નાતકોની સરખામણીએ વધુ સારુ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કર્યું હતું.