લંડનઃ આર્થિક સદ્ધરતા યુકેના નાગરિકોના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરતું પરિબળ છે. સેન્ટ્રલ YMCA ચેરિટી દ્વારા સંશોધન મુજબ સ્વસ્થ રહેવાની બાબતમાં સમાજમાં આર્થિક રીતે સૌથી વધુ અને સૌથી ઓછા સંપન્ન લોકોના ૫૨ ટકા છે. આર્થિક રીતે સંપન્ન ૧૯ ટકા લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો હતો. જ્યારે નાણાંની બાબતે ખૂબ ચિંતા ધરાવતા ૩૩ ટકા લોકોનું સ્વાસ્થ્ય કથળ્યું હતું.
સ્વસ્થતા અને અલગ લાઈફ સ્ટાઈલના પરિબળો સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે તે અંગેના ૧૪ સ્ટેટમેન્ટ પર યુકેના ૧,૦૦૦ યુવાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. બ્રિટનમાં આર્થિક અસમાનતાની ખાઈ વધી રહી છે. ઓક્સફામના આ વર્ષના સંશોધન મુજબ યુકેની વસ્તીના અતિ ધનવાન ૧ ટકા લોકોની સંપત્તિ ગરીબો કરતાં ૨૦ ગણી વધુ છે એટલે કે યુકેની દર પાંચમી વ્યક્તિ અતિ ગરીબ છે.
વર્ષ ૨૦૧૫માં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું હતું કે ૨૦ વર્ષના યુવાનો પાંચ વર્ષ અગાઉ જેવા હતા તેના કરતાં વીસીની વયના લોકોનું સ્વાસ્થ્ય ૧૮ ટકા કથળ્યું હતું, જે ફેરફારમાં થઈ રહેલી ઝડપને દર્શાવે છે.
સ્વાસ્થ્ય પર અસર કરનારા અન્ય પરિબળોમાં સારા સંબંધોના અભાવને લીધે અસ્વસ્થતામાં ૫૦ ટકાનો વધારો, માનસિક સ્ફૂર્તિના અભાવને લીધે ૪૮ ટકા જ્યારે શારીરિક રીતે સૌથી વધુ અને સૌથી ઓછાં સક્રિય રહીશોના પ્રમાણમાં ૩૨ ટકાનો તફાવત નોંધાયો હતો.