યુકેના લેસ્ટર સ્કેવર ખાતે ડીડીએલજેનું સ્ટેચ્યુ મૂકાશે

Tuesday 15th April 2025 10:47 EDT
 
 

લંડનઃ 1995માં રિલીઝ થયેલી શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેએ અનેક રેકોર્ડ સર્જ્યાં હતાં. થિયેટરમાં રિલીઝના 30 વર્ષ બાદ લંડનના લેસ્ટર સ્ક્વેર ખાતે આ ફિલ્મનું બ્રોન્ઝ સ્ટેચ્યુ મૂકાશે. આ સાથે આ સિદ્ધી હાંસલ કરનારી ભારતની પહેલી ફિલ્મ બની રહેશે.

આ પહેલાં હેરી પોટર, લોરેલ એન્ડ હાર્ડી, બગ્સબની, સિંગિંગ ઇન ધ રેઇન, મેરી પોપિન્સ, મિસ્ટર બીન અને વંડર વુમન જેવી ફિલ્મોના સ્ટેચ્યુ અહીં લગાવવામાં આવ્યા હતા. આ સ્ટેચ્યુને ઓડિયન સિનેમાની બહાર મૂકાશે. અહીં ફિલ્મનો એક સીન શૂટ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter