યુકેમાં તૈયાર થઇ રહી છે ઓવેરિયન કેન્સર માટેની વિશ્વની સૌપ્રથમ વેક્સિન

ઓવેરિયન કેન્સરને સંપુર્ણપણે નાબૂદ કરવા ઇમ્યુન સિસ્ટમને તૈયાર કરશે

Tuesday 08th October 2024 11:14 EDT
 

લંડનઃ યુકેમાં ઓવેરિયન કેન્સર સામે રક્ષણ આપતી વિશ્વની સૌપ્રથમ વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. આ વેક્સિન ઓવેરિન કેન્સરને જડમૂળમાંથી નાબૂદ કરી નાખશે તેવી આશા સેવાઇ રહી છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી ઓવેરિયન વેક્સ નામની વેક્સિન કેન્સરના પ્રારંભિક તબક્કામાં જ કેન્સરના કોષોની ઓળખ કરી નાશ કરવા માટે ઇમ્યુન સિસ્ટમને તૈયાર કરશે. આ વેક્સિન એનએચએસ દ્વારા આપવામાં આવે તેવી સંભાવના છે.

ઓવેરિયન વેક્સ પ્રોજેક્ટ પર કામ કરી રહેલી ટીમના વડા પ્રોફેસર એહમદ એહમદે જણાવ્યું હતું કે, કેન્સરના પ્રારંભિક લક્ષણોની ઓળખ માટે રોગ પ્રતિકારક શક્તિને તૈયાર કરવી અઘરો પડકાર છે. પરંતુ હવે આપણી પાસે અત્યંત આધુનિક ટેકનોલોજી છે જે ઓવેરિયન કેન્સરની રોગ પ્રતિકારક શક્તિ દ્વારા ઓળખ કરવા માટે વાસ્તવિક ચિતાર આપે છે.

તેમણે જણાવ્યું હતું કે, ઓવેરિયન વેક્સ કેન્સરને અટકાવવાના ઉકેલ આપશે. જો તેની ટ્રાયલ સફળ રહી તો ઓવેરિયન કેન્સરની નાબૂદીની દિશામાં આ એક અત્યંત મહત્વની સફળતા બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે યુકેમાં દર વર્ષે ઓવેરિયન કેન્સરના 7500 નવા કેસ સામે આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter