લંડનઃ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના વિશ્લેષણ અનુસાર વિકસિત દેશોમાં સૌથી ઊંચા પ્રોપર્ટી ટેક્સીસ બ્રિટનમાં છે. રિપોર્ટ મુજબ ૨૦૧૪માં કુલ કરબોજના ૧૨.૭ ટકાનો હિસ્સો પ્રોપર્ટી ટેક્સીસનો હતો.
OECDના ૩૫ સભ્યોમાં આ કરનું સરેરાશ પ્રમાણ ૫.૬ ટકા છે, જે બ્રિટન કરતા અડધાથી પણ ઓછું છે. આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ્સ કરતા પણ બ્રિટન ઊંધી દિશામાં જઈ રહ્યું છે. ૧૯૬૫થી આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ્સ ઘટીને આઠ ટકા જેટલા થયા છે ત્યારે બ્રિટનમાં સરકાર પોતાની આવકમાં વધારા માટે પ્રોપર્ટી ટેક્સીસ પર વધુ આધાર રાખે છે. યુકે સિવાય ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉથ કોરિયા અને યુએસમાં કુલ રેવન્યુમાં પ્રોપર્ટી ટેક્સીસનો હિસ્સો ૧૦ ટકાથી વધુ છે.