યુકેમાં ભારતીય હાઈ કમિશનર યશવર્ધન સિંહાએ હોદ્દો સંભાળ્યો

Monday 19th December 2016 06:47 EST
 
 

લંડનઃ યશવર્ધન કુમાર સિંહાએ યુકે ખાતેના ભારતના નવા હાઈ કમિશનર તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે. લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે તેમણે કાર્યભાર સંભાળી લીધો હતો. અત્યાર સુધી ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ પટનાયકે કાર્યકારી ભારતીય હાઈ કમિશનર તરીકે હોદ્દો સંભાળ્યો હતો.

રાજદૂત તરીકે ૩૫થી વધુ વર્ષની કારકિર્દી ધરાવતા સિંહા ભારત સરકારના સેક્રેટરી સમકક્ષ હોદ્દો ધરાવે છે. તેમણે નવી દિલ્હીમાં વિદેશ વ્યવહાર મંત્રાલય ખાતે તેમજ દક્ષિણ એશિયા, મધ્યપૂર્વ, દક્ષિણ અમેરિકા અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ખાતે ભારતના કાયમી મિશનમાં કેટલીક મહત્ત્વની જવાબદારી સંભાળી હતી.

શ્રીલંકા ગયા તે પહેલા તેઓ વિદેશ વ્યવહાર મંત્રાલયના પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઈરાન વિભાગનો હવાલો સંભાળતા અધિક સચિવ હતા. તેઓ જાન્યુઆરી ૨૦૦૭થી ઓગસ્ટ ૨૦૦૯ સુધી વેનેઝુએલા ખાતે ભારતના રાજદૂત તેમજ ઓગસ્ટ ૨૦૦૩થી ડિસેમ્બર ૨૦૦૬ સુધી દુબઈમાં ભારતના કોન્સુલ જનરલ પદે હતા. અગાઉ સિંહાએ માર્ચ ૨૦૦૨થી જુલાઈ ૨૦૦૩ સુધી અબુધાબી (યુએઈ)માં ભારતીય દૂતાવાસ ખાતે મિનિસ્ટર અને ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે ફરજ બજાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter