લંડનઃ સન્ડે ટાઇમ્સ દ્વારા જાહેર કરાયેલી યુકેના સૌથી અમીર લોકોની યાદીમાં હિન્દુજા પરિવાર સતત ત્રીજા વર્ષ ટોચના સ્થાને રહ્યો છે. હિન્દુજા પરિવારની આ વર્ષની સંપત્તિમાં 2 બિલિયન પાઉન્ડ કરતાં વધુનો ઉમેરો થયો છે. જોકે યુકેના અબજોપતિઓની સંખ્યામાં સતત બીજા વર્ષે ઘટાડો નોંધાયો છે. 2022માં 177, 2023માં 171 અને 2024માં 165 અબજોપતિઓને આ યાદીમાં સમાવવામાં આવ્યાં છે.
યુકેના ટોપ 20 અમીર પરિવાર
- ગોપી હિન્દુજા અને પરિવાર – 37.2 બિલિયન પાઉન્ડ
- સર લિઓનાર્ડ બ્લાવેટનિક – 29.25 બિલિયન પાઉન્ડ
- ડેવિડ અને સાયમન રેઉબેન પરિવાર – 24.97 બિલિયન પાઉન્ડ
- સર જિમ રેટક્લિફ – 23.52 બિલિયન પાઉન્ડ
- સર જેમ્સ ડાયસન અને પરિવાર – 20.8 બિલિયન પાઉન્ડ
- બાર્નાબી અને મર્લિન સ્વાયર પરિવાર – 17.2 બિલિયન પાઉન્ડ
- ઇદાન ઓફેર – 14.96 બિલિયન પાઉન્ડ
- લક્ષ્મી મિત્તલ અને પરિવાર – 14.92 બિલિયન પાઉન્ડ
- ગાય, જ્યોર્જ વેટસન અને પરિવાર – 14.49 બિલિયન પાઉન્ડ
- જ્હોન ફ્રેડરિકસન અને પરિવાર – 12.87 બિલિયન પાઉન્ડ
- કર્સટન અને જોર્ન રૌસિંગ – 12.63 બિલિયન પાઉન્ડ
- એલેક્સ જર્કો – 12.05 બિલિયન પાઉન્ડ
- માઇકલ પ્લેટ – 12.00 બિલિયન પાઉન્ડ
- શાર્લિન, હેઇનકેન, માઇકલ દ કારવાલ્હો – 11.75 બિલિયન પાઉન્ડ
- ડ્યુક ઓફ વેસ્ટમિન્સ્ટર અને ગ્રોસવેનોર પરિવાર – 10.13 બિલિયન પાઉન્ડ
- મેરિટ, લિસબેટ અને સિગ્રિડ રૌસિંગ – 9.19 બિલિયન પાઉન્ડ
- કેરી, ફ્રાન્કોઇસ પેર્રોદો અને પરિવાર – 9.17 બિલિયન પાઉન્ડ
- નિકી ઓપનહાઇમર અને પરિવાર – 7.94 બિલિયન પાઉન્ડ
- લોર્ડ બામફોર્ડ અને પરિવાર – 7.65 બિલિયન પાઉન્ડ
- ડેનિસ, જ્હોન અને પીટર કોટ્સ – 7.47 બિલિયન પાઉન્ડ
યુકેના રિચેસ્ટની 350ની યાદીમાં ભારતીય અમીરો
- ગોપીચંદ હિન્દુજા અને પરિવાર – 37.18 બિલિયન પાઉન્ડ – પ્રથમ સ્થાન
- લક્ષ્મી મિત્તલ અને પરિવાર – 14.92 બિલિયન પાઉન્ડ – આઠમું સ્થાન
- અનિલ અગરવાલ – 7 બિલિયન પાઉન્ડ – 23મું સ્થાન
- પ્રકાશ લોહિયા – 6.23 બિલિયન પાઉન્ડ – 30મું સ્થાન
- મોહસીન અને ઝુબેર ઇસા – 5 બિલિયન– 39મું સ્થાન
- નવિન અને વર્ષા એન્જિનિયર – 3 બિલિયન પાઉન્ડ – 58મું સ્થાન
- સુંદર ગેનોમલ અને પરિવાર – 2.21 બિલિયન પાઉન્ડ – 77મું સ્થાન
- જસમિન્દરસિંહ અને પરિવાર – 2.00 બિલિયન પાઉન્ડ – 83મું સ્થાન
- સંજીવ અને અરાની સુસાઇપિલ્લાઇ – 1.60 બિલિયન પાઉન્ડ – 103મું સ્થાન
- સુરિન્દર અરોરા અને પરિવાર – 1.55 બિલિયન પાઉન્ડ – 108મું સ્થાન
- સુનિલ વાસવાની અને પરિવાર – 1.33 બિલિયન પાઉન્ડ – 128મું સ્થાન
- રાજ મથારુ અને પરિવાર – 1.26 બિલિયન પાઉન્ડ – 134મું સ્થાન
- હરમન નરુલા – 780 મિલિયન પાઉન્ડ – 214મું સ્થાન
- ભુપેન્દ્ર કાંસાગરા – 759 મિલિયન પાઉન્ડ – 219મું સ્થાન
- રણજિત અને બલજિન્દર બોપારન પરિવાર – 750 મિલિયન પાઉન્ડ-221મું સ્થાન
- રિશી સુનાક અને અક્ષતા મૂર્તિ – 651 મિલિયન પાઉન્ડ – 245મું સ્થાન
- જતાનિયા બ્રધર્સ – 650 મિલિયન પાઉન્ડ – 246મું સ્થાન
- તેજ લાલવાણી અને પરિવાર – 560 મિલિયન પાઉન્ડ – 270મું સ્થાન
- કુલજિન્દર બહિયા અને પરિવાર – 432 મિલિયન પાઉન્ડ – 308મું સ્થાન
સુનાક દંપતીની સંપત્તિ 120 મિલિયન પાઉન્ડના વધારા સાથે 651 મિલિયન પાઉન્ડ
લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિની અંગત સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં 120 મિલિયન પાઉન્ડનો વધારો થયો છે. સન્ડે ટાઇમ્સના રીચ લિસ્ટ અનુસાર રિશી સુનાક અને અક્ષતા મૂર્તિની કુલ સંપત્તિ 2023ના 529 મિલિયન પાઉન્ડથી વધીને 2024માં 651 મિલિયન પાઉન્ડ પર પહોંચી છે. અક્ષતા મૂર્તિના ભારતીય આઇટી કંપની ઇન્ફોસિસમાં હિસ્સાના કારણે સુનાક પરિવારની સંપત્તિમાં વધારો થયો છે. અક્ષતા પાસેના ઇન્ફોસિસના શેરનું મૂલ્ય એક વર્ષમાં 108.8 મિલિયન પાઉન્ડ વધીને 590 મિલિયન પાઉન્ડ પર પહોંચ્યું છે. 2022માં સુનાક દંપતીની કુલ સંપત્તિ 730 મિલિયન પાઉન્ડ હતી.
વિશ્વના સૌથી અમીર શહેરોમાં સામેલ લંડનમાં 2,27,000 મિલિયોનર્સ
વેલ્થ માઇગ્રશન ફર્મ હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા તૈયાર કરાયેલી વિશ્વના સૌથી અમીર શહેરોની યાદીમાં લંડનને સ્થાન અપાયું છે. યુકેની રાજધાનીમાં 2,27,000 મિલિયોનર વસવાટ કરે છે તેમાંથી 370 મિલિયોનરની સંપત્તિ 100 મિલિયન અમેરિકન ડોલર કરતાં વધુ છે. લંડનમાં 35 બિલિયોનર્સ પણ વસવાટ કરે છે.
વિશ્વનું સૌથી અમીર શહેર ન્યૂયોર્ક છે. અમેરિકાના આ શહેરમાં 3,49,500 મિલિયોનર્સ અને 60 બિલિયોનર્સ વસવાટ કરે છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં 3,05,700 મિલિયોનર્સ અને 68 બિલિયોનર્સ રહે છે.
લંડન આમ તો વર્ષો સુધી વિશ્વનું સૌથી અમીર શહેર રહ્યું છે પરંતુ 2013થી 2023ના દાયકામાં લંડન શહેરના મિલિયોનર્સની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેની સામે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં આ સમયગાળામાં મિલિયોનર્સની સંખ્યામાં 82 ટકા અને લોસ એન્જલસમાં 45 ટકાનો વધારો નોંધાયો છે.