લંડનઃ યુએસ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાસના નવા ક્રાઈસિસ અભ્યાસમાં આગામી બે વર્ષ દરમિયાન બ્રિટનને આર્થિક કટોકટીનો સામનો કરવી પડે તેવું જોખમ શૂન્ય હોવાની આગાહી કરાઈ છે. મુખ્ય વિકસિત દેશોની સરખામણીએ બ્રિટન સલામત હોવાનું અભ્યાસ કહે છે.
બેન્કે જણાવ્યું છે કે વૈશ્વિક સ્ટોક માર્કેટમાં અરાજકતા અને ક્રેડિટ ઉથલપાથલો ખોટા સંકેતો મોકલી રહેલ છે ત્યારે આર્થિક તંદુરસ્તીના મહત્ત્વપૂર્ણ નિર્દેશાંકો યુરોપ, યુએસ અથવા સમૃદ્ધ દેશોના OECD જૂથમાં અચાનક ભંગાણની ઘણી ઓછી નિશાનીઓ દર્શાવે છે.