યુકેમાં ૨૫૦,૦૦૦થી વધુ બાળકોનાં જન્મ IVF દ્વારા થયાં

Tuesday 08th November 2016 04:42 EST
 
 

લંડનઃ યુકેમાં ૨૫૦,૦૦૦થી વધુ બાળકોનાં જન્મ કૃત્રિમ ગર્ભાધાનની IVF ટેક્નિક મારફત થયાં હોવાનું હ્યુમન ફર્ટિલાઈઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિટી (HFEA)એ જણાવ્યું છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ૨૫૦,૦૦૦મા બાળકનો જન્મ ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન સારવાર મારફત થયો હતો.

ધ બ્રિટિશ ફર્ટિલિટી સોસાયટીએ કૃ૬રિમ ગર્ભાધાનના આ સીમાચિહ્નને આવકારતા જણાવ્યું હતું કે પેશન્ટ્સ અને તેમના પરિવારો માટે આ ખુશીના સમાચાર છે. HFEA ની સ્થાપના કરાયા પછી ૨૫ વર્ષ કરતા વધુ સમયગાળામાં યુકેમાં IVF અને અન્ય પ્રજનન સહાય સારવારો અને તેમના થકી બાળકોના જન્મમાં ભારે વધારો જોવા મળ્યો છે. વર્ષ ૧૯૯૧માં ૬,૧૪૬ મહિલાએ ૬,૬૦૯ IVF સારવાર મેળવી હતી, જેના પરિણામે ૧,૨૨૬ બાળકોનો જન્મ થયો હતો. બીજી તરફ, ૫૨,૨૮૮ મહિલાએ IVF સારવારની ૬૭,૭૦૮ સાયકલ્સ મેળવી હતી, જેના પરિણામે ૧૫,૨૮૩ બાળકોનો જન્મ થયો હતો.

IVF સારવારની સફળતાનો દર વર્ષ ૧૯૯૧માં માત્ર ૧૪ ટકા હતો, જે ૨૦૧૪માં વધીને ૨૬.૫ ટકાનો થયો હતો તેમ નેશનલ ફર્ટિલિટી અવેરનેસ સપ્તાહ દરમિયાન જારી કરાયેલા આંકડાઓમાં જણાવાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter