લંડનઃ યુગાન્ડા કન્વેન્શન યુકેએ ૨૦૧૦માં સ્થાપના થયા પછીના વર્ષોમાં તમામ લક્ષ્યો વટાવી જવા સાથે અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા છે. આ પહેલનો પાયો આપણા યુગાન્ડાના અર્થતંત્રમાં રચનાત્મક યોગદાન તેમજ યુગાન્ડાને ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ તરીકે દર્શાવીને તેના GDPમાં વધારો કરવાની આપણી ખોજનાં પ્રતિબિંબમાં છે.
યુગાન્ડા કન્વેન્શનનો હેતુ યુગાન્ડા, યુકે, આફ્રિકા અને વિશ્વભરમાં ફેલાયેલી અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ, નિષ્ણાતો, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, બિઝનેસ અગ્રણીઓ તેમજ પ્રોફેશનલ્સને એકસાથે લાવી શકે તેવા મંચ મારફત યુગાન્ડામાં વિકાસના પ્રવાહો અને તકો વિશે નિર્ણયાત્મક સમજ આપવાનો હતો. ‘યુગાન્ડા મહાન તકોની ભૂમિ’ હોવાના વર્ણનને સાચું પાડવાનું અને ફેમિલી રેમિટર્સથી માંડી ફાઈનાન્સિયલ અને સામાજિક ઈન્વેસ્ટર્સ સહિત યુગાન્ડન ડાયસ્પોરાની ભૂમિકાને કેન્દ્રરુપ બનાવવાની આપણી ફરજ છે.
ઈસ્ટ આફ્રિકામાં યુગાન્ડા સતત સૌથી વધુ સીધું વિદેશી રોકાણ (FDI) ખેંચી લાવે છે. ૨૦૧૦થી ૨૦૧૬ના ગાળામાં વાર્ષિક FDI ૨૫૦થી ૩૦૦ મિલિયન ડોલરનું રહ્યું હતું જે મુખ્યત્વે, તેની સ્થિર અને સાતત્યપૂર્ણ મેક્રો-ઈકોનોમિક નીતિઓ, ઉદાર બિઝનેસ વાતાવરણ, ગ્રેટ લેક્સ પ્રદેશમાં નજીકના લોજિસ્ટિક્સ હબની સ્થિતિ તેમજ પ્રાદેશિક વેપારમાં વધારાના કારણે છે. બ્રિટિશ ઈન્વેસ્ટર્સ ૧૦ પ્રોજેક્ટના કમિટમેન્ટ સાથે વધુ સક્રિય છે અને તેમના પછી ડચ કંપનીઓ આવે છે.
આ કન્વેન્શન યુગાન્ડા, યુકે અને તેથી પણ દૂરના નિષ્ણાતો, હાઈ પ્રોફાઈલ બિઝનેસ અને સરકારી પ્રતિનિધિઓ, બિઝનેસ અગ્રણીઓ, યુગાન્ડન ડાયસ્પોરા, પ્રોફેશનલ્સ અને યુગાન્ડાસ્થિત અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓને એક સાથે લાવે છે. યુગાન્ડા દ્વારા ઘરઆંગણાની અને આંતરરાષ્ટ્રીય કોમ્યુનીટીને ઈન્વેસ્ટમેન્ટ માટે ઓફર કરાતી બહોળી તકની ક્ષમતાની અદ્યતન માહિતી મેળવવા ડેલિગેટ્સને સુવિધા અપાય છે. તેઓ બિઝનેસ ટિપ્સ મેળવી શકે છે, ઈન્વેસ્ટમેન્ટ માટે પ્રાધાન્ય ધરાવતા ક્ષેત્રો વિશે સંબંધિત સાહિત્ય પણ મેળવી શકે છે, આમનેસામને પ્રશ્નોત્તરી સત્રમાં ભાગ લઈ શકે છે તેમજ યુગાન્ડામાં બિઝનેસ કરવાની વાસ્તવિકતાઓ વિશે સાંભળી શકે છે. ડેલિગેટ્સને ‘વન સ્ટોપ સેન્ટર’ (OSC)ની સમર્પિત ટીમ સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન, ઈમિગ્રેશન અને વર્ક પરમિટના મુદ્દાઓ, જમીન સંપાદન અને ખરાઈ- વેરિફિકેશન તેમજ પર્યાવરણીય નિયમોના અમલ, મંજૂરીઓ અને લાઈસન્સિંગના આમનેસામને પ્રશ્નો કરી ઉત્તર મેળવવાની તક રહે છે.
ઈકોનોમિક ફ્રીડમના ૨૦૧૩ના ઈન્ડેક્સમાં યુગાન્ડાને ૪૬ સબ-સહારાન આફ્રિકન દેશોમાં ૮મા સૌથી મુક્ત અર્થતંત્ર તરીકે ક્રમ અપાયો હતો. બિઝનેસ કામગીરીનું વાતાવરણ ફરજિયાત કરવેરાની ચૂકવણી પછી નફાને સંપૂર્ણતઃ સ્વદેશ લઈ જઈ શકાય તેમજ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ્સની ૧૦૦ ટકા વિદેશી માલિકી રહે તે પ્રકારનું છે. દેશના કરવેરા કાયદામાં જ પ્રોત્સાહક નિયમો માળખાગત બંધાયેલા છે જે તેમને, સેક્ટર અને ઈન્વેસ્ટમેન્ટના પ્રમાણના આધારે ડોમેસ્ટિક અને વિદેશી રોકાણોને ભેદભાવરહિત અને સુલભ બનાવે છે.
યુકેની અને યુગાન્ડામાં કાર્યરત યુકેની ૧૦૦થી વધુ કંપનીઓમાં ટુલો ઓઈલ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, બાર્કલેઝ બેન્ક, યુનિલિવર, સિટીબેન્ક, પ્રુડેન્શિયલ, AIG, કેટરપિલર, જ્હોન ડીરે, NCR, શેરેટોન, મેરિયોટ, ફેડએક્સ, અર્ન્સ્ટ એન્ડ યંગ, ડેલોઈટ, પ્રાઈસ વોટરહાઉસ કૂપર્સ, જનરલ મોટર્સ, કોકા-કોલા, પેપ્સી-કોલા, અમેરિકન ટાવર કોર્પોરેશન, શેલ અને બ્રિટિશ એરવેઝ જેવી પ્રસિદ્ધ કંપનીઓનો સમાવેશ થાય છે.
યુગાન્ડામાં નિકાસ કરતા બ્રિટિશ બિઝનેસીસને થતાં બેનિફિટ્સમાં આનો સમાવેશ થાય છેઃ
• સ્થિર અને ઉદાર અર્થતંત્ર
• મજબૂત કુદરતી સંસાધનોનો આધાર
• ખાનગી ક્ષેત્ર પ્રતિ સરકારની કટિબદ્ધતા
• વર્કફોર્સ પાછળ ઓછો ખર્ચ
• સંભવિત ગ્રાહકોના પાયાને વિસ્તારતા બે પ્રાદેશિક બ્લોકનો હિસ્સો
• આકર્ષક ઈન્વેસ્ટમેન્ટ નીતિઓ
યુગાન્ડામાં રોકાણ કરવાનું વિચારતા સંભવિત રોકાણકારને દેશમાંથી મૂડીની મુક્ત હેરફેર સાથે દેશના તમામ સેક્ટર્સ રોકાણો માટે ખુલ્લા હોય તેવાં સુવ્યવસ્થિત, ઉચ્ચતમ ઉદાર અર્થતંત્રના દર્શન થશે.
યુગાન્ડામાં યુકે દ્વારા નિકાસ માટે ખાસ તક ધરાવતા સેક્ટર્સમાં એગ્રો પ્રોસેસિંગ, ફાર્મ અને કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ્સ, ઓઈલ ઉત્પાદનની ટેકનોલોજીઓ, પાવર જનરેશન, રીન્યુએબલ એનર્જી ટેકનોલોજીઓ, ઉત્પાદનના સાધનો, માહિતી અને કોમ્યુનિકેશન ટેકનોલોજી પ્રોડક્ટ્સ, મેડિકલ ઈક્વિપમેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ અને ગ્રાહક વપરાશી માલસામાનનો સમાવેશ થાય છે.
બ્રિટનની એ પ્રતિષ્ઠા છે કે બ્રિટિશ બિઝનેસીસ દ્વારા ઓફર કરાતા સામાન અને સર્વિસીસ હંમેશાં નહિ તો મોટા ભાગે, તેના હરીફોની સરખામણીએ શ્રેષ્ઠ ગણાય છે. તેમનામાં એક પ્રકારની વિશેષ ગુણવત્તા છે જેનો કોઈ જોટો જડી શકે નહિ, અન્યો જેની તોલે આવી ન શકે તેવા ‘કાઈટમાર્ક સ્ટાન્ડર્ડ’ તરીકે ગણાવી શકાય. યુગાન્ડા સરકાર બ્રિટિશ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સંકળાય તે માટે ઘણી આતુર છે જ્યારે, અન્ય દેશો સસ્તા મજૂર ઓફર કરી શકે છે.
વધુ માહિતી માટે https://www.ugandanconventionuk.orgની મુલાકાત લઈ શકાશે.
(લેખક સુભાષ ઠકરાર B com FCA FRSA, લંડન ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ ચેરમેન છે. તેઓ ચેરિટી ક્લેરિટી (www.charityclarity.org.uk) સંસ્થાના સ્થાપક ચેરમેન અને ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટના કમિશનર પણ છે.)