લંડનઃ રોમ ખાતે G20 સમિટમાં યુએસ પ્રમુખ જો બાઈડને અમેરિકા અને બ્રિટન વચ્ચે વિશિષ્ટ સંબંધોના દાવાની હવા કાઢી નાખી છે. બાઈડન અને ફ્રેન્ચ પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં વચ્ચે બેઠક પછી બાઈડેને કહ્યું હતું કે ફ્રાન્સ જ અમારું સૌથી જૂનું અને સૌથી વફાદાર સાથી છે. બાઈડેનના ટ્વિટથી ઘેરાં પ્રત્યાઘાત પડ્યા છે.
બ્રેક્ઝિટ પછીના ફિશિંગ લાઈસન્સ મુદ્દે યુકે અને ફ્રાન્સ વચ્ચે ઘેરું શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે તેવા સમયમાં ફ્રાન્સ અને યુએસના પ્રમુખોની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી જો બાઈડેને ટ્વિટ કરી લખ્યું હતું કે,‘ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઈમાન્યુએલ મેક્રોં સાથે સારી બેઠક યોજાઈ. યુનાઈટેડ સ્ટેટ્સ માટે ફ્રાન્સ કરતાં વધુ જુનું, વધુ વફાદાર અને વધુ સારું સાથી અન્ય કોઈ નથી. તેઓ શરૂઆતથી અમારી સાથે રહ્યા છે અને અમે પણ હંમેશાં તેમની સાથે રહીશું.’
બાઈડેનના ટ્વિટના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે બાઈડેન, પેલોસી અને હેરિસનો કોણ વિશ્વાસ કરી શકે? તેઓ યુકેના મિત્ર તો નથી જ!