લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીએ હર્ટલપૂર્લ સંસદીય પેટાચૂંટણીમાં લેબર પાર્ટીનો ગઢ કબજે કરી સૌથી મોટો આઘાત આપ્યો છે. લેબર પાર્ટી છેક ૧૯૬૪થી આ બેઠક પર વિજેતા થતી આવી હતી. જોકે, વર્તમાન પેટા ચૂંટણીમાં મહિલા કન્ઝર્વેટિવ ઉમેદવાર જિલ મોર્ટિમેરે તેમના નજીકના પ્રતિસ્પર્ધી અને લેબર પાર્ટીના ઉમેદવાર ડો. પૌલ વિલિયમ્સને ૬૯૪૦ મતની ઐતિહાસિક સરસાઈથી પરાજિત કર્યા છે. જિલ મોર્ટિમેરને ૧૫,૫૨૯ (૫૧.૯ ટકા) અને ડો. પૌલ વિલિયમ્સને ૮,૫૮૯ (૨૮.૭ ટકા) મત મળ્યા હતા.
આ પરિણામે સાબિત કર્યું છે કે લેબર પાર્ટી તેના ઉત્તર કિલ્લાઓ ગુમાવતી જાય છે. આ બેઠક ગુમાવ્યા પછી લેબરનેતા સર કેર સ્ટાર્મરની નેતાગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. પરંપરાગત લેબર વર્ચસ્વની બેઠકે જાળવી રાખવામાં અને મતદારો સાતે સંવાદ રચવામાં તેઓ નિષ્ફળ રહ્યા ટીકાઓ પણ થઈ છે. સીનિયર લેબર અગ્રણીઓએ આ પરાજયને ભારે આઘાતજનક ગણાવ્યો હતો. લેબર નેતાઓ એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. આ હર્ટલપૂર્લ સંસદીય બેઠક લગભગ ૫૦ વર્ષના લાલ ઈતિહાસ પછી ભૂરા રંગમાં ફેરવાઈ છે.