લંડન
આજકાલ બ્રિટનના તમામ પ્રકારના મીડિયામાં રિશિ સુનાક અને લિઝ ટ્રસ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાની જ ચર્ચા છે. લોકો હવે સુનાક અને ટ્રસથી સુપેરે પરિચિત પણ થઇ ચૂક્યાં છે પરંતુ પરંતુ પીએમ પદના આ બંને દાવેદારો માટે પરદા પાછળ સલાહકારો, નીતિવિષયક નિષ્ણાતો, ચૂંટણી નિષ્ણાતોની એક મોટી ફોજ કામ કરી રહી છે. ફ્રન્ટસ્ટેજ પર તો સુનાક અને ટ્રસ વચ્ચેનો જ જંગ દેખાય છે પરંતુ પરદા પાછળ મોટી સંખ્યામાં તેમના સમર્થકો કામ કરી રહ્યાં છે. આ એક મોટો જુગાર પણ છે. એકપણ ખોટી સલાહ તેમને રેસમાંથી બહાર ફેંકી શકે છે. તેમના કેમ્પેન માટે પરદા પાછળ કામ કરી રહેલી ટીમોમા તેમના સમર્થકો રાતદિવસ કોઇપણ મહેનતાણાની આશા વિના કામ કરી રહ્યાં છે જેથી તેઓ પોતાના નેતાને 10 ડાઉનિંગ સ્ટ્રીટ સુધી પહોંચાડી શકે. તેમને તેમની આકરી મહેનત માટે કોઇ વળતર મળવાનું નથી.
ટીમ લિઝ ટ્રસ
1. રૂથ પોર્ટર – લાંબા સમયથી લિઝ ટ્રસ સાથે કામ કરી રહ્યાં છે, તેમણે 2014ની ટોરી કોન્ફરન્સમાં ટ્રસ દ્વારા અપાયેલું ચીઝ સ્પીચ નામનું સબોધન લખ્યું હતું, તેઓ લિઝ ટ્રસના ખરાબ સમયમાં પણ તેમની પડખે રહ્યાં છે. પોર્ટર આંતરરાષ્ટ્રીય મામલાઓ અને પોલિટિકલ કન્સલ્ટન્સી કંપની માટે કામ કરી ચૂક્યાં છે.
2. આદમ જોન્સ – વ્યૂહાત્મક સંદેશાવ્યવહારોનું કામ સંભાળે છે
3. જેસન સ્ટેઇન – આદમ જોન્સની કામગીરીમાં સહાયક
4. સોફી જાર્વિસ – ટ્રસના સલાહકારો પૈકીના એક
5. હ્યુ બેનેટ – મીડિયા સલાહકાર
તે ઉપરાંત થેરેસે કોફે, જેકબ રીસ, નેડિન ડોરિસ
ટીમ રિશિ સુનાક
- લિયામ બૂથ સ્મિથ – રિશિ સુનાકના અભિયાનના સર્વેસર્વા
- નેરિસા ચેસ્ટરફિલ્ડ – વ્યૂહાત્મક સંદેશા વ્યવહારની કામગીરી
- લ્યૂસી નોઆક – ચેસ્ટરફિલ્ડના સહાયક
- ચાર્લી સાઉસ્ટર – કોમ્યુનિકેશન
- કાસ હોરોવિત્ઝ – મીડિયા સલાહકાર
તે ઉપરાંત ડોમનિક રાબ, ગેવિન વિલિયમસન અને સ્ટીવ બાર્કલે