લંડનઃ સ્કોટલેન્ડમાં સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)એ ૧૨૯માંથી ૬૪ બેઠક હાંસલ કરી મેદાન મારી લીધું છે. સતત ચોથો વિજય હાંસલ કરવા સાથે જ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને હુંકાર કર્યો હતો કે સ્કોટલેન્ડની આઝાદીનો રેફરરન્ડમ ‘લોકોની ઈચ્છા’ છે અને તે માત્ર સમયનો સવાલ છે. નંબર ૧૦ સેકન્ડ વોટને નકારે તેમાં કોઈ લોકશાહી વાજબીપણું નથી. સ્ટર્જને જણાવ્યું હતું કે સ્કોટિશ મતદારોએ આઝાદીતરફી બહુમતીને ચૂંટીને હોલીરુડને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે.
SNPના વિજય સાથે સ્ટર્જન અને જ્હોન્સન સામસામા આવી જવાની શક્યતા વધી છે. વડા પ્રધાને ચારે દેશની સરકારો કોવિડ રીકવરી સમિટમાં હાજરી આપે તે માટે સ્ટર્જનની સાથે વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડને પણ આમંત્રણ આપ્યું હતું. ચારે દેશ સાથે મળી કામ કરે તે યુકેના હિતમાં હોવાનું જ્હોન્સને પત્ર લખીને જણાવ્યું હતું.
---------------------------------------
સ્કોટિશ પાર્લામેન્ટ + સ્થાનિક બેઠકો
સ્કો.નેશ.પાર્ટી (SNP) ૬૪ +૦૧
કન્ઝર્વેટિવ ૩૧ +૦
લેબર ૨૨ -૨
લિબ ડેમ ૦૪ -૧
ગ્રીન ૮ +૨