લંડનઃ રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજ આઠમા પ્રયાસે સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યાં છે. એસેક્સમાં ક્લેક્ટન બેઠક પર લેબર ઉમેદવારને પરાજિત કર્યા બાદ ફરાજે જણાવ્યું હતું કે, સ્થાપિત હિતો સામેનો બળવો આગળ વધી રહ્યો છે. નાઇજલ ફરાજ પોતાને કન્ઝર્વેટિવના પ્રતિસ્પર્ધી તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ફરાજના આ વિજયથી સંસદમાં તેમની પાર્ટીને આગળ વધવાની તક મળી રહેશે. જોકે ધારણા પ્રમાણે નાઇજલ ફરાજની પાર્ટીને સફળતા મળી નથી. તેમની પાર્ટીને 13 બેઠક મળે તેવું અનુમાન એક્ઝિટ પોલમાં અપાયું હતું પરંતુ રિફોર્મ યુકેને ફક્ત 4 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.