લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયના નેતૃત્વમાં સમગ્ર દેશ અને રાજવી પરિવારના સભ્યોએ રિમેમ્બરન્સ ડે નિમિત્તે 9 નવેમ્બરના રોજ આયોજિત સમારોહમાં બે વિશ્વયુદ્ધ અને અન્ય સંઘર્ષોમાં શહીદ થયેલા બ્રિટિશ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સેન્ટ્રલ લંડનમાં સેનોટેફ મેમોરિયલ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવા ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં કેન્સરથી પીડિત કિંગ ચાર્લ્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટન, રાજવી પરિવારના સભ્યો, વડાપ્રધાન સ્ટાર્મર સહિત રાજકીય આગેવાનો, સશસ્ત્ર દળોની પૂર્વ અને વર્તમાન અધિકારીઓ, વોર વેટરન્સ સામેલ હતા. આ નિમિત્તે સવારે 11 કલાકે સમગ્ર દેશમાં બે મિનિટનું મૌન પળાયું હતું. પ્રથમ તસવીરમાં રોયલ આલ્બર્ટ હોલ ખાતે આયોજિત રોયલ બ્રિટિશ લિજિયન ફેસ્ટિવલ ઓફ રિમેમ્બરન્સમાં હાજરી આપી રહેલા કિંગ ચાર્લ્સ, પ્રિન્સેસ એન, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ સહિતના મહાનુભાવો દ્રશ્યમાન થાય છે.