લંડનઃ સંસદની ચૂંટણીમાં પોતાની ટીમના 12 સભ્યો પરાજિત થયા બાદ વર્તમાન કન્ઝર્વેટિવ નેતા રિશી સુનાકે વચગાળાની શેડો કેબિનેટની જાહેરાત કરી હતી. નવેમ્બર 2023માં મંત્રીમંડળમાં સરપ્રાઇઝ એન્ટ્રી કરનાર લોર્ડ કેમેરોને રાજીનામું આપી દેતાં તેમના પૂર્વ ડેપ્યુટી એન્ડ્રુ મિચેલને શેડો ફોરેન સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયાં છે. ચૂંટણીમાં કારમા પરાજય બાદ રિચર્ડ હોલ્ડને પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દેતાં તેમના સ્થાને પૂર્વ ઇકોનોમિક સેક્રેટરી (ટ્રેઝરી) રિચર્ડ ફુલરને પાર્ટીના અધ્યક્ષપદે નિયુક્ત કરાયાં છે.
રિશી સુનાકની વચગાળાની શેડો કેબિનેટ
- રિશી સુનાક – વિરોધ પક્ષના નેતા
- એલન ડાઉડેન – વિરોધ પક્ષના નાયબ નેતા
- જેરેમી હન્ટ – ચાન્સેલર
- જેમ્સ ક્લેવરલી – હોમ સેક્રેટરી
- એન્ડ્રુ મિચેલ – ફોરેન સેક્રેટરી
- જેમ્સ કાર્ટલિજ – ડિફેન્સ સેક્રેટરી
- એડ આર્ગર – જસ્ટિસ સેક્રેટરી
- કેમી બેડનોક – સેક્રેટરી ફોર લેવલિંગ અપ, હાઉસિંગ એન્ડ કોમ્યુનિટીઝ
- કેવિન હોલિનરેક – બિઝનેસ સેક્રેટરી
- એન્ડ્રુ ગ્રિફિથ – સેક્રેટરી ફોર સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેકનોલોજી
- ડેમિયન હિન્ડ્સ – એજ્યુકેશન સેક્રેટરી
- હેલેન વોટલી – ટ્રાન્સપોર્ટ સેક્રેટરી
- જુલિયા લોપેઝ – સેક્રેટરી ફોર કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ
- વિક્ટોરિયા એટકિન્સ – હેલ્થ સેક્રેટરી
- ક્લેર કોન્ટિન્હો – સેક્રેટરી ફોર એનર્જી સિક્યુરિટી એન્ડ નેટ ઝીરો
- રિચર્ડ ફુલર – પાર્ટીના અધ્યક્ષ
- ક્રિસ ફિલિપ – હાઉસ ઓફ કોમન્સમાં પાર્ટીના નેતા