લંડનઃ 2001માં શ્રી તનય સીથા દ્વારા સ્થાપિત રુદ્રલાઇફ પ્રતિષ્ઠિત સંસ્થા છે જે આ પવિત્ર માળા અંગે જાગૃતિ ફેલાવવા કાર્યરત છે. આ સંસ્થા રુદ્રાક્ષ અંગે પ્રવર્તતી ગેરમાન્યતા દૂર કરીને લેબોરેટરી દ્વારા પ્રમાણિત રુદ્રાક્ષ પૂરા પાડે છે. પુરાતનકાળથી રુદ્રાક્ષ માનવજાતને આકર્ષતો રહ્યો છે. સાધુ-સંતો, નેતાઓ, બિઝનેસમેન સહિત સમાજના તમામ વર્ગના લોકો વિકાસ, સફળતા અને સુખાકારી માટે રુદ્રાક્ષ ધારણ કરતા આવ્યા છે. પુરાણોમાં જણાવાયું છે કે તમામ ધર્મ, વર્ગ, વંશ, જાતના લોકો રુદ્રાક્ષ ધારણ કરી શકે છે કારણ કે તે માનવજાત માટેની પવિત્ર ભેટ છે. રુદ્રાક્ષ કુદરતમાં મળી આવે છે અને તે એક મુખીથી લઇને 21 મુખી પ્રકારના હોય છે.
અનુભવના આધારે રુદ્રલાઇફે વિદ્યાર્થી માટે સરસ્વતી બંધ, આરોગ્ય માટે સ્વાસ્થ્ય બંધ, સીનિયર એક્ઝિક્યુટિવ તથા બિઝનેસમેન માટે 12 મુખી રુદ્રાક્ષ જેવા પાવર કોમ્બિનેશન તૈયાર કર્યા છે. 14 મુખી રુદ્રાક્ષ નિર્ણાયક શક્તિમાં વધારો કરે છે તો સિદ્ધિ હાંસલ કરનારા અને મહત્વાકાંક્ષી લોકો માટે 14 મુખી રુદ્રાક્ષની માળા શ્રેષ્ઠ છે. અનુભવના આધારે રુદ્રલાઇફે આગવી નામના મેળવી છે. સંસ્થા દ્વારા ભારત અને વિશ્વભરમાં 1000 કરતાં વધુ પ્રદર્શનો યોજાયા છે અને તેના દ્વારા લોકો અને સંસ્થાઓનો વિશ્વાસ હાંસલ કર્યો છે. સંસ્થા સામાન્ય માનવીને રુદ્રાક્ષના લાભ અંગે અવગત કરાવવા સતત પ્રયત્નશીલ રહે છે. સમાજના તમામ વર્ગોમાં રુદ્રલાઇફના રુદ્રાક્ષે ઉચ્ચ પ્રતિષ્ઠા અને સન્માન મેળવ્યા છે.
રુદ્રલાઇફ દ્વારા બ્રિટનમાં 17થી 21 નવેમ્બર 2022 સુધી (સવારે 9-00થી રાતના 9.00 - રવિવાર સહિત) પ્રદર્શન યોજાયું છે. વિનામૂલ્યે પ્રવેશ અને પાર્કિંગની સુવિધા સાથેના આ પ્રદર્શમાં રુદ્રલાઇફની પેનલ દ્વારા વિનામૂલ્યે સલાહ અપાશે. વધુ માહિતી માટે વ્હોટ્સએપઃ +91 9322947642
સ્થળઃ સત્તાવીસ પાટીદાર સેન્ટર, જે-એફ ફોર્ટી એવન્યુ, ધ એવન્યુ, વેમ્બલી