નવી દિલ્હીઃ ભારતીય કરદાતા દ્વારા વિદેશમાં મોકલાતા નાણા પરની ટીસીએસ મર્યાદા પ્રતિ નાણાકીય વર્ષ રૂપિયા 7 લાખથી વધારીને 10 લાખ કરી દેવાઇ છે. હવે આ મર્યાદાથી વધુ રકમ પર જ ટીસીએસ લાગુ થશે. જોગવાઇમાં આ સુધારો વિદેશમાં એજ્યુકેશન, ટ્રાવેલ, મેડિકલ સારવાર અને ઇન્વેસ્ટમેન્ટ માટે નાની રકમ મોકલનારા કરદાતાઓને રાહત આપશે. રૂપિયા 10 લાખથી વધુની રકમ પરના ટીસીએસ દર યથાવત રહેશે. સરકાર દ્વારા નક્કી કરાયેલા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી લેવાયેલી લોન પરના એજ્યુકેશનલ રેમિટન્સ પરના ટીસીએસને પણ પાછો ખેંચી લેવાયો છે.
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા અમલી બનાવાયેલી લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ)ભારતીય નાગરિકોને એજ્યુકેશન, મેડિકલ ટ્રિટમેન્ટ, ટ્રાવેલ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અને ભેટ આપવાની સુવિધા આપે છે. 2025ના બજેટ પહેલાં એલઆરએસ અંતર્ગત 2.5 લાખ રૂપિયાની મર્યાદા હતી પરંતુ હવે ટીસીએસ ડિડક્શન વિના વાર્ષિક રૂપિયા 10 લાખ મોકલી શકાશે. એલઆરએસની મદદથી ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન સરળ બને છે.
જોકે આ બજેટમાં ટીસીએસ સ્ટ્રક્ચર યથાવત રાખવામાં આવ્યું છે. મોટી રકમ માટેના નિયમો આકરાં છે. વિદેશમાંથી ભારતીયો દ્વારા મોકલાતા રેમિટન્સ પર પણ હવે કરલાભ મળશે.