લંડનઃ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં નેટવર્ક રેલ લોકેશન ખાતેથી રેલવેના પાટા ચોરતી ગેંગ સાથે સંડોવણી માટે જેએસજે મેટલ રિસાયકલિંગ લિમિટેડના ડિરેક્ટર 40 વર્ષીય જસપ્રીત ઓબેરોયને 30 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. શેફિલ્ડ ક્રાઉન કોર્ટ ખાતે થયેલી સુનાવણીમાં જસપ્રીતે તેમના પર મૂકાયેલા આરોપની કબૂલાત કરતાં તેમને દોષી ઠેરવાયા હતા. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે જણાવ્યું હતું કે, ઓબેરોયની ડિરેક્ટરશિપ હેઠળ આ કંપની ચોરી કરાયેલા રેલવેના પાટા એકઠાં કરતી હતી અને તેને અન્ય કંપનીઓને સ્ક્રેપ મેટલ તરીકે વેચી દેતી હતી. ચોરી કરાયેલા રેલવેના પાટા ઓબેરોયની કંપનીને પહોંચાડવામાં આવતા હતા.