લંડનઃ રોધરહામમાં બે સગીરાઓનું શારીરિક શોષણ કરનારી ગ્રુમિંગ ગેંગના 7 સભ્યોને જેલની સજા કરાઇ છે. આ નરાધમો નિયમિત રીતે આ સગીરાઓને સિગારેટ, શરાબ, ગાંજા અને નાણાની લાલચ આપીને કારમાં ઉઠાવી જઇ શારીરિક શોષણ કરતાં હતાં. નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા રોધરહામમાં 1997થી 2013 વચ્ચે બનેલી આ પ્રકારની ઘટનાઓની તપાસ માટે ઓપરેશન સ્ટવવૂડ શરૂ કરાયું છે.
એજન્સીએ જણાવ્યું હતું કે, એપ્રિલ 2003થી એપ્રિલ 2008 વચ્ચે આચરેલા અપરાધો માટે મોહમ્મદ અમર, મોહમ્મદ સિયાબ, યાસેર અજૈબે, મોહમ્મદ ઝમીર સાદિક., આબિદ સાદિક, તાહિર યાસિન અને રામિન બારીને જેલની સજા કરાઇ હતી.
2014માં આવેલા જય રિપોર્ટ બાદ ઓપરેશન સ્ટવવૂડનો પ્રારંભ કરાયો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે રોધરહામમાં 1997થી 2013 વચ્ચે મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષોની ગ્રુમિંગ ગેંગો દ્વારા ઓછામાં ઓછી 1400 સગીરાઓનું શારીરિક શોષણ કરાયું હતું. આ ઓપરેશન અંતર્ગત એનસીએ દ્વારા અત્યાર સુધીમાં 36 આરોપીઓને સજા અપાવવામાં આવી છે.
કોને કેટલી સજા
0 તાહિર યાસિન – 13 વર્ષ 0 રામિન બારી – 9 વર્ષ 0 મોહમ્મદ અમર – 14 વત્તા 2 વર્ષ 0 યાસેર એજૈબી – 6 વત્તા 1 વર્ષ 0 મોહમ્મદ ઝમીર સાદિક – 15 વત્તા 1 વર્ષ 0 મોહમ્મદ સિયાબ – 25 વર્ષ 0 આબિદ સાદિક – 24 વત્તા 1 વર્ષ