લંડનઃ ગયા વર્ષે લંડન ખાતેના ભારતીય હાઇ કમિશન સમક્ષ હિંસક પ્રદર્શનો માટે ભારતની તપાસ એજન્સી એનઆઇએ દ્વારા પ્રદર્શનમાં મહત્વની ભુમિકા ભજવવા માટે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સામે ચાર્જશીટ દાખલ કરાઇ છે.
એનઆઇએએ જણાવ્યું હતું કે, મૂળ નવી દિલ્હીના વતની અને હૌન્સલોમાં વસવાટ કરતા ઇન્દરપાલ સિંહ ગાબા22 માર્ચ 2023ના રોજ યોજિત ભારત વિરોધી દેખાવોમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. દેખાવકારોએ હિંસક પ્રદર્શનમાં ભારતીય હાઇ કમિશન પર વસ્તુઓ ફેંકી હતી, ખાલિસ્તાની ઝંડા ફરકાવી ભારત વિરોધી નારા પોકાર્યા હતા.
ભારતીય ઇમિગ્રેશન અધિકારીઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટ્ટારી બોર્ડર ખાતેથી 23 ડિસેમ્બર 2023ના રોજ ગાબાની ધરપકડ કરી હતી. 25 એપ્રિલ 2024ના રોજ એનઆઇએ દ્વારા વિધિવત રીતે ગાબાની ધરપકડ કરાઇ હતી.