લંડનઃ સમગ્ર ઈંગ્લેન્ડમાં સપ્લીમેન્ટરી એજ્યુકેશન સેક્ટરમાં મહત્ત્વની અને સહાયક સંસ્થા નેશનલ રિસોર્સ સેન્ટર ફોર સપ્લીમેન્ટરી એજ્યુકેશન (NRCSE)ના પ્રતિનિધિઓ દ્વારા પાંચ જૂન ૨૦૧૬ના ઝીણવટપૂર્વકના નિરીક્ષણને પગલે BAPS ચિલ્ડ્રન ફોરમને ફરીથી ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો છે. આ અંગેના પૂરાવા એસેમ્બલી અને ક્લાસીસ દરમિયાન તેમજ પોલીસીઓના પરીક્ષણ દ્વારા મેળવાયા હતા. સ્ટુડન્ટ્સ, ટીચર્સ અને સ્કૂલ ડિરેક્ટર સાથેની ચર્ચા પણ આ એસેસમેન્ટનો એક ભાગ હતી.
કોમ્યુનિટીને સપ્લીમેન્ટરી એજ્યુકેશન પૂરું પાડીને શ્રેષ્ઠ કક્ષાની સેવા બદલ સપ્લીમેન્ટરી સ્કૂલને ૨૦૧૨માં નેશનલ રિસોર્સ સેન્ટર ફોર સપ્લીમેન્ટરી એજ્યુકેશન (NRCSE) દ્વારા ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો હતો. તે આ સન્માન મેળવનારી લંડન બરોના બ્રેન્ટ અને હેરોની પ્રથમ સપ્લીમેન્ટરી સ્કૂલ બની હતી. કોમ્યુનિટીની વિશિષ્ટ સેવા બદલ ફોરમને ૨૦૦૯માં ક્વીન્સ એવોર્ડનું સન્માન અપાયું હતું.
પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ, કાર્યક્રમો અને પ્રકાશનો દ્વારા બાળકોને જવાબદાર પુખ્ત નાગરિક બનાવવાના ઉદ્દેશથી BAPS ચિલ્ડ્રન ફોરમની ૧૯૫૪માં સ્થાપના થઈ હતી. લંડનમાં આ ફોરમ નીસ્ડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરમાં છે. અન્ય પ્રવૃત્તિઓમાં ફોરમ દ્વારા ગુજરાતી ભાષા શીખવવા માટે સન્ડે સ્કૂલ પણ ચાલે છે. સાપ્તાહિક ક્લાસીસ દરમિયાન ૭૦ જેટલા વોલન્ટિયર્સ ૩૫૦ વિદ્યાર્થીઓને મદદ કરે છે. વધુ માહિતી માટે ફોરમના લીડ વોલન્ટિયર કિર્તી વાડિયાનો [email protected] અથવા 07766 256 પર સંપર્ક કરી શકાશે.