લંડનઃ તા. ૧૩ જુલાઈને ગુરુવારે હાઉસ અોફ કોમન્સના ચર્ચીલ રૂમ ખાતે યોજાયેલા ફાઇનાન્સ બેન્કિંગ ઇન્સ્યુરન્સના વિમોચન સમારોહમાં હેરો નોર્થ વેસ્ટ લંડનની વિખ્યાત ફર્મ મેજર એસ્ટેટ્સ ફાઇનાન્સીયલ સર્વિસીસ અને મેજર એસ્ટેટ્સ સેલ્સ એન્ડ લેટિંગ્સના પ્રોપ્રાઈટર શ્રી દિનેશ સોનછત્રા (CEMAP, DipMAP, MAQ, FRNEA)ને સમારંભના ચીફ ગેસ્ટ અને હાઉસ ઓફ કોમન્સના ડેપ્યુટી સ્પીકર માઈકલ એલિસે મોર્ગેજ બ્રોકર અોફ ધ યરનો એવોર્ડ એનાયત કર્યો હતો.
યુગાન્ડાના બુસોગામાં જન્મેલા અને મેજર એસ્ટેટસ ફાઈનાન્સિયલ સર્વિસીસ અને એસ્ટેટ એજન્સી મેજર એસ્ટેટસ સેલ્સ એન્ડ લેટીંગ્સના પ્રોપ્રાઈટર તરીકે સેવા આપતા શ્રી દિનેશ સોનછત્રા ૨૫ કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતા જાણીતા મોર્ગેજ બ્રોકર છે.
શ્રી સોનછત્રાનો મોર્ગેજ અને પ્રોપર્ટી લેટિંગ્સ ક્ષેત્રના વિશાળ જ્ઞાન, અનુભવ અને પોતાના અદમ્ય ઉત્સાહ થકી ગ્રાહકોને સારી સેવા અને સંતોષ પૂરો પાડે છે. સંખ્યાબંધ ક્લાયન્ટ્સ માત્ર મિત્રો અને સંબંધીઅોના રેફરન્સથી તેમની પાસે આવે છે. તેઓ ગ્રાહકોની જરૂરિયાતને સમજીને તેમને મોર્ગેજ અને ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ માટે સલાહ આપી તેમના સ્વપ્નનું મકાન ખરીદવામાં મદદરૂપ થાય છે. તેઓ ક્લાયન્ટ્સની જરૂરિયાત સમજીને નિષ્ઠાપૂર્વક તેમને બધી બાબતો સરળતાપૂર્વક સમજાવે છે.
મોર્ગેજ, લેટિંગ્સ અને એસ્ટેટ્સ એજેન્ટના ક્ષેત્રે મેળવેલી અનેક સિદ્ધિઓ બદલ દિનેશ સોનછત્રાને આ અગાઉ ‘મોર્ગેજ ચેમ્પિયન ઓફ ધ યર’ એવોર્ડ (સળંગ બે વર્ષ) તથા નેટવર્ક મોર્ગેજ પાવર સાથે ‘ડાયમન્ડ એવોર્ડ’ મળી ચૂક્યા છે. મોર્ગેજ ટાઈમ્સ દ્વારા લંડનની પ્રતિષ્ઠિત ક્લેરિજિસ હોટલ ખાતે તેમને ‘બેસ્ટ મોર્ગેજ’ એવોર્ડ્સ એનાયત કરાયો હતો. તેઓ ઈન્ડિયન ટીવી ચેનલ ઝી ટીવી પર ગેસ્ટ તરીકે નિયમિતપણે વક્તવ્ય સાથે બિઝનેસ અને મોર્ગેજના વિષય પર દર્શકોના પ્રશ્રોના જવાબ આપે છે. તેમણે CEMAP, DipMAP, MAQ, FRNEAનો અભ્યાસ કર્યો છે. તેમણે આ વર્ષે ડિપ્લોમા ઈન મોર્ગેજીસ મેળવ્યું છે.
શ્રી સોનછત્રાએ વ્યવસાયિક ક્ષેત્રે ખૂબ સફળતા મેળવી હોવા છતાં તેઓ ખૂબ નમ્ર રહીને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરતા રહે છે. તેઓ સ્થાનિક પ્રશ્રો માટે કાર્યરત રહેવા સહિત લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ અને પૂર્વ રિજિયનલ ચેરમેન છે અને તેને સપોર્ટ કરે છે. સોનછત્રા હાલ હરે કૃષ્ણા ટેમ્પલના પેટ્રન છે. તેઓ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેમને ક્રિકેટ રમવાનું ખૂબ પસંદ છે અને ફૂટબોલમાં તેઓ નોટિંગહામ ફોરેસ્ટના સપોર્ટર છે.
શ્રી સોનછત્રા ૧૯૭૦માં ભારત ગયા હતા અને ત્યાં ૧૦ વર્ષ સુધી રોકાઈને ૧૯૮૦માં યુકે આવ્યા હતા. તેઓ ભારતીય સંસ્કૃતી અને રીતરિવાજોથી સંપૂર્ણપણે વાકેફ છે. ૧૯૮૯માં તેમણે મોર્ગેજ બ્રોકર તરીકે કામ શરૂ કર્યું હતું. હાલ તેઓ મેજર એસ્ટેટ્સ સેલ્સ એન્ડ લેટિંગ્સ દ્વારા ૪૦૦થી વધુ પ્રોપર્ટીનું ફૂલ મેનેજમેન્ટ સંભાળે છે. તેઓ સેલ્સ અને લેટીંગની સર્વિસ પૂરી પાડે છે.
શ્રી સોનછત્રાના લગ્ન મધુબેન સાથે થયા છે અને તેમને ત્રણ પુત્રો મેહુલ, મીનેશ અને નીલ છે. મેહુલ તેમના પિતા સાથે બિઝનેસમાં જોડાયેલ છે.
એવોર્ડ મેળવનારા શ્રી સોનછત્રાને દેશ-વિદેશથી ઘણાં મિત્રો, કુટુંબીજનો અને ગ્રાહક વર્ગે ફોન-ઈમેલથી અભિનંદનના સંદેશ મોકલ્યા હતા. સંપર્ક. 020 8424 8686