લંડનઃ વિશિષ્ટ જયપુર લિટરેચર ફેસ્ટિવલ (JLF)ના નિર્માતા ટીમવર્ક આર્ટ્સ અને JLFના આંતરરાષ્ટ્રીય સહયોગીઓ દ્વારા બ્રિટિશ લાઈબ્રેરી ખાતે 10થી 12 જૂન 2022દરમિયાન JLF Londonની નવમી એડિશનનું સમાપન થયું હતું જેમાં વક્તાઓ અને લેખકોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમમાં પુસ્તકો, સર્જનાત્મકતા, સંવાદ, વૈવિધ્ય અને વિવિધ બૌદ્ધિક પ્રતિભાના ઉપદેશોનું મહત્ત્વ રહ્યું હતું.
જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં બેસ્ટ સેલિંગ લેખક અને રાજકારણી ડો. શશી થરૂર, રાજકારણી અને પાર્લામેન્ટના સભ્ય બહુઆ મોઈત્રા, આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝના પ્રથમ ભારતીય વિજેતા ગીતાંજલિ શ્રી, પ્રસિદ્ધ ચેલિવિઝન પ્રેઝન્ટર અનિતા રાની સહિત વિશ્વના ઉત્કૃષ્ટ રાજકારણીઓ અને લેખકોએ વર્તમાન સમયના મહત્ત્વના મુદ્દાઓ- ઈન્ડિયા એટ 75, ધ અર્જન્સી ઓફ બોરોડ ચાઈમ (ક્લાઈમેટ ચેઈન્જ), 1971ના યુદ્ધની 50મી વર્ષગાંઠ, અનુવાદ, કવિતા, કળા અને સંગીત, બિઝનેસ, ઈતિહાસ સહિત અનેક વિષયોની છણાવટ કરી હતી.
JLF Londonની નવમી એડિશનમાં સમકાલીન વિશ્વના વિષયોને પ્રકાશમાં લાવતાં વિવિધ સત્રો જોવાં મળ્યાં હતાં. ‘દરબાર થીએટર’ સત્ર એ ટેલ ટેલ્સ ઈટસેલ્ફમાં ટોમ્બ ઓફ સેન્ડ-રેતસમાધિ હિન્દીના લેખિકા ગીતાંજલિ શ્રીએ એ.કે. રામાનુજનને યાદ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે,‘મારાં કામ વિશે વાત કરવાનું મારાં માટે સરળ નહિ રહે કારણકે હું કોઈ ચોક્કસ વિષયને અનુસરતી નથી... હું તદ્દન અલગ રીતે કામ કરું છું... વાર્તાઓની પાછળ દોડવું નહિ પરંતુ, તમારી જાતને એ જગ્યાએ ગોઠવો કે ખુદ વાર્તા તમારી પાસે આવી રહે.’
અન્ય સત્રમાં પ્રાઈડ, પ્રેજ્યુડિસ અને પંડિત્રી (પંડિતાઈ) વિશે વાત કરતા બેસ્ટ સેલિંગ લેખક અને રાજકારણી ડો. શશી થરૂરે કહ્યું હતું કે,‘ મારા માટે ગર્વ એ ભારતનું બધું જ છે.. આ દેશનો વિકાસ થયો, લોકો ગરીબીમાંથી બહાર આવતા થયા, આગામી સદી તરફની ટેકનોલોજિકલ દિશાઓ, આંતરરાષ્ટ્રીય સહકાર, આ બધામાં મેં ગર્વ લીધો છે. પક્ષપાત કે પૂર્વગ્રહ મારી બાંય પર લટકેલો રહે ચે કારણકે મારા તરફ કોઈ પૂર્વગ્રહ રાખે તે મને ગમતું નથી અને મારી પંડિતાઈ ઘણી વખત વર્તમાનકાળમાં લાંગરેલી હોય છે અને વ્યાપક પ્રવાહોમાં સમૂળી વર્તમાનમાં રહે છે.’
લેખન પ્રત્યે પોતાના પ્રેમ અને લોકડાઉન દરમિયાન કેળવેલી પ્રોસેસ વિશે વાત કરતાં અનિતા રાનીએ જણાવ્યું હતું કે,‘ મને બીજા વિશ્વમાં પગ મૂકવા મળે તે ગમે છે અને સર્જનાત્મક બની રહેવાનું અને સર્જનાત્મકતાને બહાર ખુલ્લી મૂકવાનું પણ ગમે છે. આ બધું જ હું છું અને મારી કથા, એવી કથા જે હું કહેવા ઈચ્છું છું, મારી પ્રમાણભૂત કથા કહી શકાય તે મને ગમે છે.’