LSE સાઉથ એશિયા સેન્ટર દ્વારા India@70 સમિટનું આયોજન

Tuesday 21st March 2017 14:09 EDT
 

લંડન,નવી દિલ્હીઃ LSEસાઉથ એશિયા સેન્ટરના વાર્ષિક મુખ્ય સમિટમાં આ વર્ષે ભારતીય સ્વતંત્રતાની ૭૦મી વર્ષગાંઠે ‘India at 70: LSE India Summit 2017’ નું આયોજન નવી દિલ્હીના હેબિટાટ સેન્ટરના સ્ટેઈન ઓડિટોરિયમમાં ૨૯થી ૩૧ માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે. એપોલો ટાયર્સ દ્વારા પ્રેઝન્ટ કરાનારા કાર્યક્રમમાં વિદ્વાનો, સરકાર, બિઝનેસ અને એન્ટ્રેપ્રીન્યોરશિપ, જર્નાલિઝમ તેમજ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.‘India at 70’ કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વડા પ્રધાન થેરેસા મે દ્વારા જાહેર કરાયેલા ઈન્ડિયા-યુકે યર ઓફ કલ્ચર-૨૦૧૭ના ભાગરુપ છે.

આ કાર્યક્રમમાં ભારતીય બંધારણ અને નાગરિકત્વ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, વિશ્વસત્તા તરીકે ઉભરતું ભારત, અને ભારતમાં જળસુરક્ષા સહિતના મુખ્ય વિષયો પર ચર્ચાઓ હાથ ધરાશે. સમિટમાં હાજર રહેનારા નિષ્ણાતોમાં રાહુલ બજાજ, મુકુલિકા બેનરજી, એસ. ગુરુમૂર્તિ, સુહાસિની હૈદર, હેરી બાર્કેમા, જેએ (ટોની) એલન, નિરજા ગોપાલ જયાલ, અમિતા બાવિસ્કર, માધવ ખોસલા, મુકુંદ રાજન, કંવલ સિબલ, મનોજ મિશ્રા, મીરા શંકર, એશ્લે ટેલિસ, પિન્કી આનંદ, ભારતસ્થિત યુકેના હાઈ કમિશનર મિ. ડોમિનિક એસ્ક્વિથ સહિતનો સમાવેશ થશે.

મુખ્ય સમિટ ઉપરાંત, અમૃતસરના પાર્ટિશન મ્યુઝિયમ દ્વારા ૧૯૪૭ના વિભાજન સંબંધિત પ્રદર્શન પણ યોજવામાં આવનાર છે, જેના ઉદ્ઘાટનમાં લેડી કિશ્વર દેસાઈ (પાર્ટિશન મ્યુઝિયમના ચેરપર્સન), લોર્ડ મેઘનાદ દેસાઈ અને સુહેલ સેઠની હાજરી નોંધપાત્ર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter