લંડનઃ NHS દ્વારા સગર્ભાવસ્થામાં બેદરકારીથી નવજાત શિશુનાં મોત અથવા વિકલાંગતા આવવા સહિત સ્થિતિના કારણે ૧,૩૧૬ કાનૂની દાવાઓમાં વળતરરુપે વાર્ષિક આશરે £૧ બિલિયનની ચુકવણી અથવા ફાળવણી કરવામાં આવી હતી. બેદરકારી માટે અપાયેલાં વળતરની ૨૫ ટકા જેટલી ચુકવણી માટે એક મૂળભૂત ભૂલ જ જવાબદાર હોય છે.
હેલ્થ સર્વિસ પોતાની ભૂલોમાંથી કશું શીખતી નથી તેવો દાવો કરતા કેમ્પેઈનર્સ કહે છે કે આ તો મોટું કૌભાંડ છે. મિડવાઈવ્ઝ-દાયણો અને ડોક્ટરો વચ્ચે મતભેદોને દોષિત ઠરાવતા તેમણે આક્ષેપ કર્યો હતો કે ઘણી વખત કોઈ જાતના હસ્તક્ષેપ વિના ‘કુદરતી જન્મ’ની ઈચ્છા બાળકોનાં મોતમાં પરિણમે છે.