લંડનઃ ધ સન્ડે ટાઈમ્સ દ્વારા ગયા ઓટમમાં સભ્યોના ડેટા પ્રસિદ્ધ કરાયા પછી NISAએ કંપનીના નોન-એક્ઝીક્યુટિવ ડિરેક્ટર્સ હેરિસ અસ્લમ (૧૮) અને રઝા રહેમાન (૨૪)ની હકાલપટ્ટી કરી છે. તપાસના તારણોના પગલે આ બન્ને કઝીનને દૂર કરાયા હતા. જોહેર કરાયેલા ડેટામાં દુકાનદારોની વિગતો અને NISAની આગામી વાર્ષિક બેઠક માટેના ઓનલાઈન પાસવર્ડ્સનો સમાવેશ થયો હતો.
હેરિસ અસ્લમ ૧૬ વર્ષની વયે નિસા બોર્ડમાં જોડાયો હતો. તેણે પરિવારના ગ્રોસરી બિઝનેસમાં જોડાવા ૧૩ વર્ષની વયે શાળા છોડી હતી. નિસા પારસ્પરિક માલિકીનો કન્વીનિઅન્સ સ્ટોર સપ્લાયર છે અને બ્રિટનમાં સૌથી મોટી ખાનગી કંપનીઓમાંની એક છે. એવી અટકળો થાય છે કે માહિતી જાહેર કરવાનો સમય સપ્ટેમ્બરની વાર્ષિક બેઠકને સંબંધિત હતો, જેનાથી સેક્ટરમાં મુશ્કેલી સર્જાઈ હતી. કોસ્ટકટરે ૨૭ વર્ષનો સંબંધ તોડી અન્ય હોલસેલર પાલ્મર એન્ડ હાર્વી સાથે ભાગીદારી શરૂ કરી હતી. આ પગલાંથી નિસાને વેચાણમાં £૫૦૦ મિલિયનનું નુકસાન થયું હતું અને કોસ્ટકટરના ૨,૫૦૦ દુકાનદારોમાં અવ્યવસ્થા સર્જાઈ હતી.