નરસંહારનો ભોગ બનેલા યહુદી લોકોની યાદમાં આ મીણબત્તીઓ માન્ચેસ્ટર જ્યુઈશ મ્યુઝિયમ, યોર્ક મિન્સ્ટર, લીડ્ઝ પ્રિઝન, લેન્કેસ્ટર કેસલ અને સફોકમાં લોવેસ્ટોફ્ટ રેલવે સ્ટેશન સહિતના ૭૦ સ્થળોએ પ્રગટાવાશે. ૬૦ વર્ષીય અનીશ કપૂરે ૧૯૯૬માં નોર્થ લંડનમાં સેન્ટ જ્હોન્સ વૂડના લિબરલ જ્યુઈશ સિનેગોગ માટે હોલોકાસ્ટ મેમોરિયલનું પણ નિર્માણ કર્યું હતું. તેમણે ૨૦૧૦માં જેરૂસાલેમમાં ઈઝરાયેલ મ્યુઝિયમ માટે પણ સ્મારક ડિઝાઈન કર્યું હતું. હિન્દુ પિતા અને યહુદી માતાના સંતાન અનીશ કપૂરે જણાવ્યું હતું કે નરસંહારમાં ૬૦ લાખ યહુદીઓની હત્યા કરવા જેવાં ઘૃણિત કાર્યની યાદ રાખવી ઘણી જરૂરી છે.
પાઉન્ડની મજબૂતીથી બ્રિટિશ પ્રવાસીઓને લાભ
લંડનઃ યુકેની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થવાના કારણે ૨૦૧૪માં બ્રિટિશ પ્રવાસીઓ માટે વિદેશની સહેલ વધુ સસ્તી થઈ હતી. વર્ષ ૨૦૧૩ના ડિસેમ્બરથી વર્ષે ૭૪ કરન્સીમાંથી ૪૨ કરન્સી સામે પાઉન્ડની કિંમત ઊંચી રહી હતી. બ્રિટિશ પ્રવાસીઓને બાવન ટકા વધુ રશિયન રુબલ, ૩૩ ટકા વધુ આર્જેનિટિયન પેસો અને ૧૨ ટકા વધુ જાપાની યેન મળ્યાં હતાં. સૌથી વધુ ૭૭ ટકાનો લાભ યુક્રેનના ચલણ સામે મળ્યો હતો. નોર્વેના ચલણ ક્રોન અને સ્વીડિશ ચલણ ક્રોનર સામે પાઉન્ડ મજબૂત રહેવાશી બ્રિટિશ પ્રવાસીઓ માટે સ્કેન્ડેનીવિયાનો પ્રવાસ ૧૦ ટકા સસ્તો રહ્યો હતો. જોકે રશિયા અને આર્જેન્ટિનામાં ઊંચા ફૂગાવાના કારણે સ્થાનિક ભાવો ઊંચા હોવાથી પ્રવાસીઓ માટે કેટલાંક લાભ ધોવાઈ ગયાં હતાં. બીજી તરફ, પાકિસ્તાની અને ભારતીય રુપી તથા અમેરિકન ડોલરે ૨૦૧૪માં પાઉન્ડ સામે અનુક્રમે ૧૦.૪ ટકા, પાંચ ટકા અને ૪.૩ ટકાની મજબૂતી હાંસલ કરી હતી.