લંડનઃ આંતરરાષ્ટ્રીય ખરીદારોનો પ્રવાહ ફરીથી લંડન તરફ વળ્યો છે અને વેસ્ટ એન્ડ તેનો લાભ માણી રહ્યું છે. જોકે, સૌથી લોકપ્રિય ખરીદીસ્થળ તરીકે પેરિસનો પ્રથમ ક્રમ યથાવત રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ ૨૦૧૫માં લંડનમાં આંતરરાષ્ટ્રીય ખરીદારો દ્વારા ખરીદીમાં ચાર ટકાનો વધારો જોવા મળ્યો છે.
વેસ્ટ એન્ડમાં કરાતી તમામ આંતરરાષ્ટ્રીય ખરીદીમાં ચાઈનીઝ મુલાકાતીઓ ૨૦ ટકાના ખર્ચ સાથે પ્રથમ ક્રમે રહ્યા છે. સાઉદી અરેબિયા અને કુવેતના ખરીદારો દ્વારા આઠ ટકા ખર્ચ કરાય છે, જ્યારે કતારના ખરીદારો સોદાદીઠ સરેરાશ £૧૯૦૬નો ખર્ચ કરે છે. ટ્રાવેલ શોપિંગ કંપની ગ્લોબલ બ્લુના અભ્યાસ અનુસાર ૨૦૧૪માં લંડનમાં આંતરરાષ્ટ્રીય ખરીદારો દ્વારા ખરીદીમાં ભારે ઘટાડો નોંધાયો હતો.