ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો બ્રિટિશ સેલ ૧૭ વર્ષ જેટલી યુવાન છોકરીઓને સીરિયામાં યુદ્ધ કરતા જેહાદીઓ સાથે લગ્ન કરવા નાણાકીય લાલચ આપે છે. Isis આ નાણા ચોરાયેલા ઓઈલ, ધાકધમકી અને બાનની ચુકવણીઓમાંથી એકત્ર કરી નાની રકમોના કેશ ટ્રાન્સફર તરીકે મોકલી આપે છે. ત્રાસવાદીઓ વિદેશી લડવૈયાઓની ભરતી, હુમલાની યોજનાઓ અને ઉદ્દામવાદી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવા વિશે પોલીસ પણ ચિંતાતુર છે. પોલીસે તાજેતરમાં જ ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાવાં ઈસ્તંબૂલ થઈ સીરિયા જતી એક ૧૫ વર્ષીય છોકરીને હીથ્રો એરપોર્ટ પરના વિમાનમાંથી ઉતારી હતી.