લંડનઃ બોગસ આર્કિયોલોજિકલ પ્રોજેક્ટ્સના નામે હેરિટેજ લોટરી ફંડ પાસેથી £૨૨૩,૦૦૦ની ઉચાપત કરનારા પૂર્વ સોલિસિટર ડેવિડ બેરોક્લાઉને હન્ટિંગડન ક્રાઉન કોર્ટે છ વર્ષ જેલની સજા ફરમાવી છે. તેણે આઠ વર્ષના ગાળામાં બનાવટી પેપરવર્ક અને ઈનવોઈસીસ દ્વારા ચેરિટી પાસેથી ગ્રાન્ટ વસૂલી હતી. તેણે આ નાણાનો ઉપયોગ મોર્ગેજ ચુકવણી, ઈન્વેસ્ટમેન્ટ્સ અને મોજશોખ માટે કર્યો હતો.
સોલિસિટર બેરોક્લાઉને અગાઉ ક્લાયન્ટ્સના નાણાની ઉચાપત બદલ ૧૯૯૭માં ચાર વર્ષની જેલ થઈ હતી અને તેનું નામ રજિસ્ટરમાંથી રદ કરાયું હતું. આ પછી, તેણે કેમ્બ્રિજની વોલ્ફસન કોલેજમાં આર્કિયોલોજીનો અભ્યાસ કરી પીએચ. ડીની ડીગ્રી પણ મેળવી હતી. તેણે બીબીસીના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું. તેણે ચેરિટી પાસે ગ્રાન્ટ મેળવવા સાથીઓના નામોનો ઉપયોગ કર્યો હતો. જોકે, એક પત્ર ખોટા સરનામે પહોંચી જતાં બેરાક્લાઉ પકડાઈ ગયો હતો.