લંડનઃ સીરિયામાં જન્મેલા અને વેસ્ટ લંડનની મસ્જિદના ઈમામ અબ્દુલ હાદી અરવાનીની હત્યાના સંદર્ભે પોલીસે શંકાના આધારે ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. ઈમામ અરવાની સાત એપ્રિલે વેમ્બલીની શેરીમાં એક કારમાં ગોળીથી ઠાર કરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ૩૬ વર્ષની વ્યક્તિની ધરપકડ કરી તેને જામીન પર મુક્ત કરી હતી.
અગાઉ, જમૈકાના ૩૬ વર્ષીય બિઝનેસમેન લેસ્લી કૂપરને કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યારે બોની એમ ગ્રૂપના અગ્રગાયિકા લિઝ મિચેલના ભાઈ બર્નેલ મિચેલને ઈમામની હત્યાના કાવતરા અને તૈયારીના સંદર્ભે અને ૫૩ વર્ષીય મહિલાની ત્રાસવાદ ગુનાસર ધરપકડ થઈ છે. ઉલ્લેખનીય છે કે અરવાની અગાઉ એક્ટનમાં મિચેલ દ્વારા સ્થાપિત અન-નૂર મસ્જિદમાં ઉપદેશક હતા, પરંતુ કોમ્યુનિટીના અન્ય નેતાઓ સાથે વિરોધના કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું.