૧૯૮૩ સુધી નેટ માઈગ્રેશન આંકડો માત્ર ૧૭,૦૦૦ એટલે કે બે સમૃદ્ધ ગામની વસ્તી જેટલો હતો, જે ૨૦૧૩ સુધીમાં વધી ૨૦૯,૦૦૦ એટલે કે પોર્ટ્સમથ શહેરની વસ્તી જેટલો થયો છે. ઈયુ બહારના દેશોની સરખામણીએ ઈયુ દેશોમાંથી ઈમિગ્રેશન વધી રહ્યું છે. યુકેના વિદેશમાં જન્મેલા રહેવાસીઓની વસ્તીમાં ભારતમાં જન્મેલા અંદાજે ૭૩૪,૦૦૦ લોકોનો ૨૦૧૩માં યુકેમાં કાયમી વસવાટ થયો હતો. ૨૦૦૪થી આ આંકડામાં ૨૩૨,૦૦૦નો વધારો થયો હતો. પોલેન્ડ માટે બ્રિટન બીજું બિનસત્તાવાર ઘર બની ગયું છે અને ૨૦૧૩માં પોલેન્ડવાસીઓ ૬૭૯,૦૦૦ની સંખ્યા સાથે ભારતીય ઈમિગ્રન્ટ્સ પછી બીજા ક્રમ પર હતા.
બ્રિટનની સમગ્રતયા વસ્તીમાં ૧૯૮૦ પછી ૧૪ ટકા એટલે કે અંદાજે ૮૦ લાખનો વધારો થયો છે અને ૨૦૧૩ સુધી વસ્તી વધીને ૬૪ મિલિયનની સંખ્યાને આંબી ગઈ છે. માત્ર છેલ્લાં પાંચ વર્ષમાં જ નેટ માઈગ્રેશનથી વસ્તીમાં ૧૦ લાખથી વધુનો ઉમેરો થયો છે.