લંડનઃ બિઝનેસ અગ્રણીઓએ યુરોપિયન યુનિયનમાં દૂરવર્તી મૂળ સુધારાની માગણીમાં પીછેહઠ નહિ કરવા વડા પ્રધાન ડેવિડ કેમરનને અપીલ કરી છે. કેમરને છેલ્લા થોડાં વર્ષોમાં જાહેર નિવેદનોમાં ઈયુ પાસેથી ૧૦ પોલિસી ક્ષેત્રમાં કન્સેશન્સ મેળવવાના દાવાઓ કર્યા હતા. જોકે, આમાંની ઘણી માગણીમાં પીછેહઠ થઈ હોવાનું ‘ધ બિઝનેસ ફોર બ્રિટેન’ કેમ્પેન ગ્રૂપના નવા રિપોર્ટમાં જણાવાયું છે.
અગાઉ, કેમરને બિઝનેસીસ માટે તુમારશાહી પાછી ખેંચવા, ઈયુ ફાઈનાન્સીસમાં કાપ તેમજ બ્રસેલ્સના કાયદા સામે વીટોના ઉપયોગ માટે બ્રિટનને ‘રેડ કાર્ડ’ આપવા સહિત માગણીઓ કરી હતી, પરંતુ હવે તેનો ઉલ્લેખ સુદ્ધાં થતો નથી. કેમરનનો ઈયુ એજન્ડા સીમિત થઈ ગયો છે.