લંડનઃ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સિયસનેસ (ISKCON) અથવા હરે કૃષ્ણ આંદોલનના લંડન સેન્ટરની ૪૮મી વર્ષગાંઠની ઉજવણી રવિવાર ૨૬ નવેમ્બરે કરવામાં આવશે. આ દિવસે ગીત, સંગીત, નૃત્ય, નાટક સહિત મનોરંજન અને સ્વાદિષ્ટ શાકાહારી ભોજન માણવા સહુને આમંત્રિત કરવામાં આવ્યા છે.
આધ્યાત્મિક સંસ્થા ઈસ્કોનની સ્થાપના ૧૯૬૫માં એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા કરાઈ હતી. તેમણે વેદના પ્રાચીન ગ્રંથોના અનંત જ્ઞાનનો પશ્ચિમમાં પ્રસાર કરવાનો પડકાર ઉઠાવ્યો હતો. શ્રીલા પ્રભુપાદે ૧૯૬૬માં ન્યૂ યોર્કમાં મંદિર, ૧૯૬૭માં સાન ફ્રાન્સિસ્કોમાં સેન્ટર અને ડિસેમ્બર ૧૯૬૯માં લંડન સેન્ટરની સ્થાપના કરી હતી. સ્થાપનાના ૫૦ કરતા વધુ વર્ષ પછી સમગ્ર વિશ્વમાં ISKCONના ૧૦૦૦થી વધુ કેન્દ્ર છે, જ્યારે એકલા યુકેમાં જ ૧૦૦,૦૦૦થી વધુ સભ્ય છે.