લંડનઃ ઈસ્લામિક ઉગ્રવાદ અને કટ્ટરતાની ભરતીને અટકાવવા સરકાર સિટિઝનશિપ આપવામાં કડકાઈ સહિત સંખ્યાબંધ કઠોર પગલાં વિચારી રહી છે. હોમ ઓફિસની નવી ઉગ્રતાવાદવિરોધી નીતિના મુસદ્દામાં શરિયા કોર્ટને નિશાન બનાવવા સાથે બાળકોનું બ્રેઈનવોશિંગ કરી શકે તેવા ઉદ્દામવાદીઓ પર પ્રતિબંધની તરફેણ કરાઈ છે.
આ ઉપરાંત, ઉદ્દામવાદનું નિશાન બને તેવા અસુરક્ષિત લાભાર્થીની જોબ સેન્ટર્સના સ્ટાફ દ્વારા ઓળખ કરાય, બેનિફિટ્સ સિસ્ટમમાં પેનલ્ટીઝની જોગવાઈનો સમાવેશ થાય છે. હોમ સેક્રેટરીના સીધી દરમિયાનગીરી સાથે હોમ ઓફિસ દ્વારા ઘડાયેલા નવા રિપોર્ટમાં યુવા બ્રિટિશ મુસ્લિમોનું કટ્ટરવાદીકરણ અટકાવવાનું અભિયાન ચલાવવાની હિમાયત કરાઈ છે. નવી નીતિમાં ત્રાસવાદીઓને ઓળખવા અને પકડવા સિવાય લોકોનું બ્રેઈનવોશિંગ કરતા કટ્ટરવાદી ઉપદેશકો પર વધુ ધ્યાન રખાયું છે.