લંડનઃ તમારો વસવાટ શું બ્રિટનના સૌથી જીવાતપૂર્ણ શહેરમાં છે? બ્રિટિશ પેસ્ટ કન્ટ્રોલ એસોસિયેશનના રિપોર્ટ અનુસાર બ્રિટનમાં લોકોનાં ઘરોમાં ફરતાં વાંદા, ઉંદર અને માંકડ સહિતની જીવાતોનો ભારે ત્રાસ છે. કેટલાંક વિસ્તારોમાં તો વર્ષ દરમિયાન ઘરમાં જીવાતોના ૧૪,૮૧૨ કેસ જોવાં મળ્યા હતા. બર્મિંગહામને યુકેની ઉંદર રાજધાની કહેવામાં આવે છે અને ઉંદર મારવાનું સૌથી વધુ પ્રમાણ પણ અહીં જ છે.
લંડનના સધર્ક બરોમાં રહેતાં લોકો પણ ઉંદર અને વાંદાની ફરિયાદો કરે છે. જોકે, ન્યૂકેસલમાં ૫.૦૪ ટકા લોકો જંતુ-જીવાતો અને ખાસ કરીને ભમરીઓનો ઉપદ્રવનો સામનો કરી રહ્યાં છે. સિટી ઓફ લંડનમાં ૪.૯ ટકા, નોસ્લી, મર્સીસાઈડમાં ૩.૪ ટકા લોકો જંતુ-જીવાતોના ઉપદ્રવનો સામનો કરે છે.