'ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ' દ્વારા તા. ૬ અને ૭ જૂનના રોજ હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ ખાતે યોજાયેલા શાનદાર પાંચમા 'આનંદ મેળા'માં આશરે ૬,૦૦૦ કરતા વધુ લોકો ઉમટી પડ્યા હતા. મોટીસંખ્યામાં લોકોએ મેસફીલ્ડ સ્યુટ ખાતે યોજાયેલા 'અફોર્ડેેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શો'ની મુલાકાત લઇને ભારતના વિવિધ શહેરોમાં પ્રોપર્ટી રોકાણ અંગે માહિતી મેળવી હતી. ટિકીટની રકમ ચેરીટી સંસ્થા સેન્ટ લ્યુક્સ ચેરીટીને અર્પણ કરવામાં આવશે. આનંદ મેળામાં યુકેના ટોચના કલાકારોએ પોતાના ગીત, સંગીત નૃત્ય અને અન્ય કલાઅોને રજૂ કરી હતી. તો બીજી તરફ ઉત્સવની ઉજાણી કરવા ઉમટી પડેલા અબાલવૃધ્ધ સૌએ ગીત સંગીત, ખાણી પીણી અને ખરીદીનો આનંદ માણ્યો હતો. આનંદ મેળા અંગે વિશેષ અહેવાલ આગામી સપ્તાહે 'ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ'માં સવિસ્તર રજૂ કરવામાં આવશે. (તસવીર સૌજન્ય: રાજ બકરાણીયા - Prmediapix)