લંડનઃ બ્રિટનના સ્ટાર એથ્લીટ મોહંમદ ફરાહને બકિંગહામ પેલેસમાં ક્વીન દ્વારા નાઈટહૂડની પદવી એનાયત કરાઈ હતી. ચાર વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ફરાહને એથ્લેટિક્સમાં આપેલી સેવા બદલ આ સન્માન કરાયું છે.
મોહંમદ ફરાહ આઠ વર્ષનો હતો ત્યારે સોમાલિયાથી બ્રિટન આવી પહોંચ્યો હતો. ફરાહે કહ્યું કે, તેને ઇંગ્લિશનો એકેય શબ્દ બોલતાં આવડતો નહોતો. તેને અહીં આટલું મોટું સન્માન મળ્યું છે તે અવિશ્વસનીય છે. ક્વીને ફરાહને નિવૃત્તિ લઈ રહ્યો છે તે અંગે પ્રશ્ન કર્યો ત્યારે ફરાહે કહ્યું હતું કે તે લંડન મેરેથોનમાં દોડવા ઊતરશે. ફરાહે પત્ની સાથે પોઝ આપી ખુશી વ્યક્ત કરી હતી.