લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાયદાના અભ્યાસનું સ્વપ્ન પૂર્ણ થવાં છતાં કેલેર ફોસ્ટર (નામ બદલ્યું છે)ને બળાત્કાર અને જાતિય હુમલાઓ સંદર્ભે યુનિવર્સિટીની નીતિઓનો કડવો અનુભવ થયો છે. સારા અભ્યાસ છતાં વિદ્યાર્થીજીવનમાં વિદ્યાર્થિનીઓ માટે ચિંતાજનક હાલત છે. ક્લેરે તેના પર બળાત્કાર થયાની ફરિયાદ કરી ત્યારે તેને ટેકો આપવાના બદલે કોલેજ સત્તાવાળાએ મદદનો ઈનકાર કર્યો હતો. જોકે, બળાત્કાર અને જાતિય શોષણના કિસ્સાઓમાં પગલાં લેવા મુદ્દે ઓક્સફર્ડ યુનિવર્સિટીની નીતિ સામે ૨૯ વર્ષની પૂર્વ વિદ્યાર્થિની એલિઝાબેથ રામીએ હાઈ કોર્ટમાં ખુલ્લો પડકાર ફેંક્યો છે.
વિદ્યાર્થીએ બળાત્કાર કર્યાનો ઈનકાર કરતા યુનિવર્સિટીએ તેની સામે કોઈ કાર્યવાહી નકારવાના પરિણામે, ક્લેર હતાશામાં સરી ગઈ હતી અને અન્ય કોલેજમાં જવું પડ્યું હતું. જોકે, બળાત્કાર અને જાતિય શોષણના કિસ્સાઓમાં પગલાં લેવા મુદ્દે ઓક્સફર્ડ યુનિવર્સિટીની નીતિ સામે એલિઝાબેથ રામીએ હાઈ કોર્ટમાં ખુલ્લો પડકાર ફેંકતાં દાવો કર્યો હતો કે સાથી વિદ્યાર્થી દ્વારા બળાત્કાર પછી યુનિવર્સિટીની આંતરિક શિસ્ત પ્રક્રિયાએ તેને હિણપત આપી હતી. જજે યુનિવર્સિટીની નીતિની ન્યાયિક સમીક્ષાની પરવાનગી નકારી હોવાં છતાં આ કેસ ઓક્સફર્ડમાં શું ચાલી રહ્યું છે તેની ચિંતાને વધુ વેગ આપશે.