ઓબામાના મોંઘા સલાહકારની સેવા માથે પડી

Tuesday 12th May 2015 14:48 EDT
 

લંડનઃ આ ચૂંટણીમાં વિજય ઈચ્છતી લેબર પાર્ટીએ યુએસ પ્રમુખ બરાક ઓબામાના સલાહકાર રહેલા અમેરિકન સ્ટ્રેટેજિસ્ટ ડેવિડ એક્સલરોડની સેવા લીધી હતી. એક્સલરોડને £૩૦૦,૦૦૦ જેટલી માતબર રકમ ચુકવાઈ હોવા છતાં ૧૮ મહિનામાં તેઓ ગણતરીનો સમય બ્રિટન આવ્યા હતા. તેમનું મુખ્ય કાર્ય નેતાઓની ટેલિવિઝન ચર્ચામાં મિલિબેન્ડે કેવો વ્યવહાર કરવો તેનું શિક્ષણ આપવાનું હતું. તેમણે મિલિબેન્ડને કેમેરાની સામે જ તાકીને જોવાની સલાહ આપી હતી, જેનાથી ઘણાં દર્શકો અકળાયાં હતાં. એક્સલરોડ તેમની શિકાગોની ઓફિસમાં બેસી આવી સલાહો આપતા હતા ત્યારે મિલિબેન્ડના રોજિંદા પ્રચારના વડા ડગ્લાસ એલેકઝાન્ડર તેમની બેઠક બચાવવા સ્કોટલેન્ડમાં વ્યસ્ત હતા, જ્યાંથી આખરે તેમનો પરાજય થયો હતો.

લ્યુસી પોવેલને પ્રચારના ઉપાધ્યક્ષ બનાવાતા એલેકઝાન્ડર નારાજ હતા. આ ઉપરાંત, મિસ પોવેલ, કેમ્પેઈન ડિરેક્ટર સ્પેન્સર લિવરમોર અને ચીફ ઓફ સ્ટાફ ટીમ લિવર્સી વચ્ચે પણ જગજાહેર અણબનાવ હતો, જેનો ભોગ પાર્ટી બની હતી. લેબર પાર્ટીના છ વચનો આછ ફૂટના પથ્થરના ટેબલેટ પર કોરવાનો આઈડિયા પણ બૂમરેંગ થયો હતો. લેબર પાર્ટીને ૧૯૯૭માં વિજય અપાવનારી સ્ટ્રેટેજીમાં ટોની બ્લેરે પ્લેજ કાર્ડનો ઉપયોગ કર્યો હતો તેની આ અણઘડ આવૃત્તિ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter