લંડનઃ ઈસ્લામિક કટ્ટરવાદનો સામનો કરવા વડા પ્રધાન કેમરનની જાહેરાતમાં કેમ્પસમાં ઉદ્દામવાદ કે કટ્ટરવાદ સામે લડવા યુનિવર્સિટીઓને આદેશ કરાયો છે. યુનિવર્સિટીઓએ વિદ્યાર્થી કાર્યક્રમોમાં યુવક-યુવતીઓને અલગ રાખવા સામે તેમ જ યુવા વર્ગને ઉદ્દામીવાદીકરણનો શિકાર બનતા અટકાવવા માટે યોજનાઓ ઘડવી પડશે.
ત્રાસવાદવિરોધી કાયદા સામે વિરોધ કરવા બદલ પણ નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સને ચેતવણી અપાઈ છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે માર્ગદર્શિકામાં યોગ્ય આઈટી નીતિઓ, સ્ટાફ ટ્રેનિંગ અને વિદ્યાર્થી કલ્યાણ કાર્યક્રમોને સ્થાન આપવા જણાવાયું છે. બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદે હાયર એજ્યુકેશન ફંડિંગ કાઉન્સિલ ફોર ઈંગ્લેન્ડને માર્ગદર્શનોનો અમલ થાય તે માટે નજર રાખવા જણાવ્યું છે. પાલનમાં નિષ્ફળતાથી કોર્ટ ઓર્ડરનો સામનો કરવો પડી શકે છે.