લંડનઃ નોટિંગહામ કાઉન્ટી કાઉન્સિલનો સ્ટાફ કામકાજના સમય દરમિયાન તેમ જ કામે આવતાં કે જતાં યુનિફોર્મમાં હોય ત્યારે પણ ધૂમ્રપાન કરી શકશે નહિ. લેબર પાર્ટીના વર્ચસ્વ હેઠળની કાઉન્સિલે જણાવ્યું હતું કે કામકાજના સમયમાં ધૂમ્રપાન કરતા પકડાશે તેની વિરુદ્ધ શિસ્તના પગલાં લેવાશે. આગામી વર્ષથી અમલી થનારાં પ્રતિબંધક નિયમો ઓથોરિટીની માલિકીના તમામ બિલ્ડિંગ્સ, જમીન અને વાહનોમાં પણ લાગુ થશે.
નોટિંગહામ કાઉન્સિલમાં ૩,૦૦૦ કર્મચારી કામ કરે છે, જેમાંથી ૧,૬૦૦થી વધુ ધૂમ્રપાન કરતા હોવાનો અંદાજ છે. તેમને લંચ બ્રેકમાં ધૂમ્રપાનની છૂટ અપાશે, પરંતુ તેઓ કામના સ્થળે કે યુનિફોર્મમાં હોવાં ન જોઈએ. જોકે, યુનિયન દ્વારા દરખાસ્તનો વિરોધ કરાયો છે.