લંડનઃ આધુનિક યુગમાં પણ ગુલામી બાબતે ઓપરેશન ઈમ્પિરિયલ હેઠળ તપાસના પરિણામે કાર્ડિફની ચાર વ્યક્તિ સામે અપહરણ સહિતના ગુના લગાવાયા છે. તેમની ગયા જૂનમાં ધરપકડ કરાઈ હતી. તેમને આ મહિનાના અંતમાં ન્યૂપોર્ટ મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં રજૂ કરાશે.
૫૮ વર્ષની એક વ્યક્તિ સામે અપહરણ અને શારીરિક ઈજા કરતા હુમલાના ગુના નોંધાયા છે, જ્યારે ૩૮ અને ૩૩ વર્ષની બે વ્યક્તિ સામે અપહરણ તેમજ ૩૫ વર્ષની વ્યક્તિ સામે શારીરિક ઈજા કરતા હુમલાના આરોપ છે. ઓપરેશન ઈમ્પિરિયલ હેઠળ ગત ૩૦ વર્ષના ગાળામાં આધુનિક કાળમાં ગુલામી, ફરજિયાત વેઠ સહિતના ગુનાઓની તપાસ હાથ ધરાઈ હોવાનું ગ્વેન્ટ પોલીસના ડીટેક્ટિવ સુપરિન્ટેડન્ટ પોલ ગ્રિફિથે જણાવ્યું હતું.